પ્રેસનોટ
પોલીસ અધિક્ષક શ્રી, વલસાડ નાઓએ સુચના આપેલ કે, આગામી દિવસોમાં લોકસભા ૨૦૧૪ ની ચુંટણી હોય તે અનુસંધાને અસામાજીક પ્રવૃત્તિ આચરનારા ઇસમો ગેરકાયદેસર હથિયાર અંગેની પ્રવૃત્તિ કરતા હોય તેઓ ઉપર વોચ કરી તેઓને પકડી કાયદેસાર કાર્યવાહી કરવી તે પ્રમાણેની સુચના આધારે તા.૧૭/૦૪/૨૦૧૪ ના રોજ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વી.બી.બારડ તથા એલ.સી.બી.સ્ટાફના માણસો સાથે વાપી GIDC વિસ્તારમાં ચુંટણી સબબ પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન મળેલ બાતમી આધારે કોપરલી રોડ પર જોધપુર સ્વીટ માર્ટની સામે વાહન ચેકીંગ કરતાં આરોપી યોગેશ વિરેન્દ્ર પાંડે ઉં.વ ૩૭ મૂળ રહે. બલીયા યુ.પી હાલ રહે.છરવાડા રમજાન વાડી પ્લોટ નં.૪૫, રૂમ નં.૪૩૧, શ્રધ્ધાવન એપાર્ટમેન્ટ પાસે તા.વાપી જી.વલસાડનો તેની હોન્ડા શાઇન મો.સા નં.GJ-15-MM-7040 ઉપર આવતા તે બાતમીવાળી મોટરસાયકલ હોય અને આ ઇસમ પાસેથી વગર પરવાનાવાળી દેશી હાથ બનાવટની પીસ્ટલ ૭.૬૫ બોરની મળી આવેલ અને પીસ્ટલમાંના મેગઝીનમાં તથા બીજા એક એક્સ્ટ્રા મેગઝીનમાં મળી ૯ કાર્ટીસ મળી આવેલ જે પીસ્ટલની કિ.રૂ! ૩૦,૦૦૦/- તથા કાર્ટીસની કિ.રૂ! ૯૦૦/- તથા આરોપીનો મોબાઇલ તથા મોટરસાયકલની કિ.રૂ! ૩૦,૦૦૦/- મળી કુલ્લે કિ.રૂ! ૬૧,૯૦૦/- નો મુદામાલ કબજે કરી કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ અને હથીયાર કેવી રીતે મેળવેલ તે બાબતે આરોપી જી.આઇ.ડી.સી વિસ્તારમાં ટીવી રીપેરીંગનુ કામ કરે છે. તેવો પોતે ખુલાસો કરેલ કે, મુંબઇના અનુજ અને સંતોષ નામના ઇસમોની મદદથી આ પીસ્ટલ કારતુસ મેળવેલ જે બાબતે આગળની તપાસ વાપી જી.આઇ.ડી.સી પો.સ્ટે. નાઓ કરી રહેલ છે.