પોલીસ અધિક્ષક, વલસાડ
http://www.spvalsad.gujarat.gov.in

આર.એસ.પી રોડ સેફટી પ્રોજેકટ

5/24/2025 5:00:26 PM

વલસાડ જિલ્લામાંથી પસાર થતો રાષ્ટીય ધોરી માર્ગ ૬૦ કિ.મી.ની લંબાઈ ધરાવે છે. આ રાષ્ટ્રીય ધોરી માર્ગ નં.૮ની સાથો સાથ પશ્ચિમમા વિશાળ અરબી સમુદ્ર તથા મુંબઈ અમદાવાદ વચ્ચેની રેલવે લાઈન આવેલ છે. રાષ્ટ્રીય ધોરી માર્ગનું નવનીકરણ થતાં આ માર્ગ ચારમાર્ગીય થવા પામેલ છે. જેના કારણે ભૂતકાળમાં બનેલ ગંભીર વાહન અકસ્માતો ઉપરાંત ચોમાસાની ઋતુ દરમિયાન અતિ વર્ષાના કારણે રસ્તા ઉપર પાણી ભરાઈ જતાં ટ્રાફિક જામ થવાની સમસ્યા હલ થવા પામેલ છે. હાલ અત્રેના જિલ્લામાં જિલ્લા ટ્રાફિક કે હાઈવે ટ્રાફિક શાખા અસ્તિત્વમાં નથી પરંતુ હાઈવે ઉપર બનતા ટ્રાફિકના ગુનાઓ અટકાવવા માટે રા.ધો. માર્ગ ઉપર આવેલ તમામ પોલીસ સ્ટેશનોની મોબાઈલ દ્વારા હાઈવે પેટ્રોલિંગની કામગીરી ચાલુ રાખવામાં આવેલ છે.

આ ઉપરાંત જિલ્લા કક્ષાએ રોડ સેફ્ટી કાઉન્સિલ તથા ટ્રાફિક સલાહકાર સમિતિ જે કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટશ્રીના અઘ્યક્ષસ્થાને દર ત્રણ માસે મળે છે તેમા ટ્રાફિક ની સમસ્યા, રા.ધો. માર્ગ ઉપર નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા સતત માર્ગનું નિરિક્ષણ કરી તેની જાળવણી સારી રીતે કરવામાં આવે તથા રા.ધો. માર્ગની બાજુમાં તૈયાર કરેલ સર્વિસ રોડનો ઉપયોગ જે તે વિસ્તારની પ્રજા સરળતાથી કરી શકે તે માટે આ રસ્તાની જાળવણી સબબ સૂચનાઓ આપવામાં આવે છે., જેના કારણે હાઈવે ઉપર બનતા બનાવોમા મહદ્દ અંશે ઘટાડો થવા પામેલ છે. આ ઉપરાંત જિલ્લાના ૬૦ કિ.મી.ના અંતર માં એક ટ્રાફિક એઈડ સેન્ટર શરૂ કરવા માટેની દરખાસ્ત પણ વિચારણા હેઠળ છે. આ ટ્રાફીક એઈડ સેન્ટર શરૂ થતા ક્રેઈન, એમ્બ્યુલન્સ વાન, ફર્સ્ટ એઈડ સેન્ટર તથા પોલીસ સ્ટાફ તેમના વાહન સાથે ર૪ કલાક કાર્યરત રહેશે