પોલીસ અધિક્ષક, વલસાડ
http://www.spvalsad.gujarat.gov.in

પોલીસ અધિક્ષકશ્રીનો સંદેશ

5/24/2025 4:52:29 PM

વલસાડ જિલ્લો બહોળી વસ્તી ધરાવતો અને વિસ્તારની દ્રષ્ટિએ ખૂબજ વિશાળ જિલ્લો છે. જિલ્લામાં ઔઘોગિક વિકાસ થવાના કારણે પરપ્રાંતીય ઈસમો તથા ગુનેગારો આ જિલ્લામાં આવીને સ્થાયી થયેલ છે. આવા ઈસમોની સંપૂર્ણ ગુનાઇત માહિતી જિલ્લા પોલીસ પાસે ઉપલબ્ધ નથી તેમ છતાં પોલીસ અધિકારીઓ/કર્મચારીઓ ગુનાની જડ સુધી જઈને જે ગુના શોધનની કામગીરી માટે ખંત અને સક્રિયતા બતાવી રહેલ છે તે અભિનંદનીય છે. સરકારી સેવામાં તથા લોકોના જાનમાલની સુરક્ષા માટે હરહંમેશ, હરસમયે કટિબદ્ધ રહી નિષ્ઠા અને ખંતથી સૌ પોતાની ફરજ અદા કરે તો પોલીસ તંત્રની લોકમાનસ ઉપર જે છાપ ઊભી થયેલ છે તેને દૂર કરવામાં કોઈ મુશ્કેલી રહેશે નહીં તેવું અમારું અંગત રીતે માનવું છે.