પોલીસ અધિક્ષક, વલસાડ
http://www.spvalsad.gujarat.gov.in

પાસપોર્ટ રીસીવીંગ સેન્ટર

5/24/2025 5:08:07 PM
પાસપોર્ટ રિસિવિંગ સેન્ટર

સરકારશ્રીના આદેશ અન્વયે રાજ્યના તમામ જિલ્લામાં પાસપોર્ટ રિસિવિંગ સેન્ટર શરૂ કરવામાં આવેલ છે. જેના ભાગરૂપે અત્રેના જિલ્લામાં આ સેન્ટર તારીખ ૦૧/૦૧/૨૦૦૩થી શરૂ કરવામાં આવેલ છે.

આ સેન્ટર દ્વારા પાસપોર્ટ અરજી સંબંધે કરવાની થતી કાર્યવાહી મુજબ અરજદાર પાસેથી પાસપોર્ટ મેળવવા માટેના અરજી ફોર્મ બે પ્રતમાં સ્વીકારવામાં આવે છે. જે પૈકી એક પ્રત કોમ્પ્યુટરમાં રજિસ્ટર કરી પાસપોર્ટ કચેરી, સુરતને મોકલવામાં આવે છે. જ્યારે બીજી પ્રતમાં જણાવેલ નામ, સરનામાના આધારે જે તે પોલીસ સ્ટેશનને અરજદારનો ફોટોગ્રાફ તથા જો તેનો કોઈ ગુનાઇત રેકર્ડ હોય તો તેની ખરાઈ (વેરિફિકેશન) અર્થે મોકલવામાં આવે છે. અરજદારના ફોટોગ્રાફ તથા પોલીસ સ્‍ટેશનના રેકર્ડની ચકાસણી કર્યા બાદ પોલીસ સ્‍ટેશન અધિકારી દ્વારા ખરાઈ કર્યા બાબતનો અહેવાલ શાખાને મળતા તેની કોમ્પ્યુટરમાં જરૂરી નોંધણી કરી પાસપોર્ટ અરજીની બીજી પ્રત અત્રેની કચેરીના ભલામણના શેરા સાથે પાસપોર્ટ કચેરીએ મોકલવામાં આવે છે. આમ જિલ્લા પાસપોર્ટ કચેરીની કામગીરી આટલી પ્રક્રિયા બાદ પૂર્ણ થાય છે.