પોલીસ અધિક્ષક, વલસાડ
http://www.spvalsad.gujarat.gov.in

તાલીમ

7/10/2025 5:07:19 AM

તાલીમ :-                  કન્‍ટેન આઇ.ડી નંબર- ૫૧૧૯

 

વલસાડ જિલ્લામાં પોલીસ કર્મચારીઓ સમયની સાથે તાલ મેળવી શકે તે માટે નીચે પ્રમાણેની તાલીમો પોલીસ અધિકારીઓ તથા કર્મચારીઓને પ્રતિવર્ષ આપવામાં આવે છે જેમા,

·         પોલીસ કોન્સ્ટેબલોની પાયાની તાલીમ

·         પોલીસ કોન્સ્ટેબલોનો રિફ્રેશર કોર્સ

·         પોલીસ કોન્સ્ટેબલોની કમાન્ડો ( બેઝિક કોર્સ)

·         હેડ કોન્સ/એ.એસ.આઈ. રિફેશર કોર્સ

·         ધોડેસ્વારના પાયાની તાલીમ

·         વાયરલેસ ઓપરેટર તાલીમ

·         રેડિયો ઓપરેટર તાલીમ

·         રેડિયો ટેક્નિશિયન તાલીમ

·         ડોગ હેન્ડલર તાલીમ

·         બેન્ડમેન બેઝિક તાલીમ/ રીફ્રેશર કોર્સ

·         ફિગંરપ્રિન્ટની તાલીમ

·         પોલીસ ફોટોગ્રાફરની તાલીમ

·         આર્મર બેઝિક તાલીમ

·         ડ્રિલ ઇન્સ્ટ્રક્શન તાલીમ

·         કોમ્પ્યુટરોની તાલીમ

·         એન્ટી સબોટેજ તાલીમ/બોમ્બ ડિસ્પોઝલ તાલીમ

·         ડ્રાઈવિંગ ઈમરજન્સી/કવોલિફાઈ તાલીમ

·         મેટલ ડિટેકટર તાલીમ.

·         મોબાઇલ એનેલાઇઝીસ

·         યોગ આર્ટ ઓફ લીવીંગ

·         મેડીટેશન

·         વિપસ્યના તાલીમ

·         પોલીસ ભરતી પૂર્વ તાલીમ

v    NCRB/MHA new Delhi ધ્વારા CCTNS પ્રોજેકટ અંતર્ગત ગુજરાત પોલીસમાં જીલ્‍લા લેવલે કોમ્‍પ્‍યુટર તાલીમ માટે District Training Centre ( DTC) બનાવવામાં આવેલ છે. જયાં આધુનિકરણ હેઠળની તાલીમ આપવામાં  અવી રહેલ છે. 

v    પોલીસ અધીકારી/ કર્મચારીઓને પાયાની તાલીમ,પરેડના વિષયો ઉપર વધુ પ્રભુત્વ મેળવી વધુ કાર્યદક્ષતા મેળવે અને તેઓનાં શિસ્ત તથા ટર્ન આઉટમાં સુધારો આવે તે હેતુથી દરેક કર્મચારીઓને જિલ્લા પોલીસ હેડ કવાર્ટર ખાતે કાયમી સોમવાર અને શુક્રવારની પરેડ યોજવામાં આવે છે. પરેડ સાથે વિવિધ પ્રકારની તાલીમ આપવામાં આવે છે.

v    તેમજ અત્રેના જીલ્‍લા ખાતે કવીક રીસ્‍પોન્‍સ ટીમની રચના કરી રાઉન્‍ડ ધી કલોક SP કચેરી વલસાડ ખાતે હાજર રાખવામાં આવે છે.

v  જિલ્લા પોલીસ કર્મચારીઓ તેમની રુઢિગત કામગીરીમાં બદલાવ લાવવા સારુ તેમ જ હકારાત્મક વલણ અપનાવી ગુણવત્તાયુકત સેવાઓ આપવા સારુ તેઓની કામગીરીની શૈલીમાં સુધારા લાવવા સારુ અને કવોલિટી અને પરિણામલક્ષી કાર્ય કરવા સારુ સતત તાલીમનું આયોજન કરી તમામને આ તાલીમ આપવામાં આવે છે. તેમજ ગુજરાત સરકાર  ધ્‍વારા કર્મયોગી તાલીમનુ આયોજન કરી સારા પરિણામરુપે કર્મચારીઓમાં બદલાવ આવેલ છે.