પોલીસ અધિક્ષક, વલસાડ |
http://www.spvalsad.gujarat.gov.in |
સંગઠનની વિગતો કાર્યો અને ફરજો |
6/9/2025 2:00:14 AM |
|
(એ) જાહેર તંત્ર ઉદ્દેશ/હેતુ :-
જિલ્લા પોલીસ તંત્ર દ્વારા જાહેર, સરકારી, ખાનગી મિલ્કતો તેમજ લોકોની જાન માલની સુરક્ષા કરવાનો મુખ્ય ઉદ્દેશ છે.
(બી) જાહેર તંત્રનું મિશન /દૂરંદેશીપણું (વિઝન) :-
પોલીસ તંત્ર દ્વારા સમાજને ભય મુકત કરવા સારૂ ઉપલબ્ધ સાધનોના ઉપયોગ દ્વારા શ્રેષ્ઠતમ કામગીરી કરવાનું અને જુદી જુદી વૈજ્ઞાનિક પઘ્ધતિઓનો ઉપયોગ કરી કાયદો વ્યવસ્થાની જાળવણી તેમજ ગુન્હેગારોને કોર્ટ દ્વારા સજા કરાવવાનું ઘ્યેય છે.
(સી) જાહેર તંત્રનો ટુંકો ઇતિહાસ અને તેની રચનાનો સંદર્ભ :-
ગુજરાત રાજયની '૧ લી મે ૧૯૬૦' માં સ્થાપના પહેલાં મુંબઈ રાજયમાં સમાવિષ્ટ હતું. પોલીસ તંત્રની રચના કરવામાં આવેલ હતી ત્યાર બાદ સ્વતંત્રતા મળ્યા પછી રાજય સરકાર દ્વારા લોકશાહી ઢબે અને જુદાજુદા વર્ગોને પુરતુ પ્રતિનિધિત્વ મળે તે રીતે આજના પોલીસ દળની રચના કરવામાં આવેલ છે. જેમા ઉત્તરોતર જુદાજુદા પ્રકારનાં સંદેશા વ્યવહાર, વાહન વ્યવહાર તેમજ વૈજ્ઞાનિક ઢબે ગુન્હાઓની તપાસ માટે રાજય સરકાર દ્વારા વિવિધ સવલતો ઉભી કરવામાં આવેલ છે.
(ડી) જાહેર તંત્રની ફરજો :-
પોલીસ તંત્ર દ્વારા નાગરીકોનાં જાન-માલની સુરક્ષાની પ્રાથમિક ફરજ છે.તદઉપરાંત કુદરતી આપત્તિઓ વખતે પણ પોલીસ તંત્ર જાતેથી તેમજ સ્વૈચ્છિક સંસ્થાઓની મદદથી અનેકવિધ રીતે મદદરૂપ થઈ તટસ્થતાથી ફરજ બજાવે છે.
(ઈ) જાહેર તંત્રની મુખ્ય પ્રવૃતિઓ અને કાર્યો :-
પોલીસ તંત્ર દ્વારા પ્રથમતો ગુન્હા બનતા અટકાવવા પ્રયત્ન કરવામાં આવે છે. તેમ છતાં, પ્રવર્તમાન સમયમાં વસ્તી, વિસ્તાર, ઉદ્યોગોનો બહોળો વિકાસ થયેલ છે તેમજ, ગુન્હેગારો જુદી જુદી વૈજ્ઞાનિક શોધોનો ગેરલાભ ઉઠાવી ગુન્હાખોરી આચરે તો આવા ગુન્હેગારોને શકય તેટલા વહેલા ઝડપી લઈ તેમના વિરૂઘ્ધ દરેક પ્રકારનાં સાક્ષી/પુરાવા મેળવી ન્યાયની અદાલતમાં સજા કરવા રજુ કરવામાં આવે છે.
(એફ) જાહેર તંત્ર દ્વારા આપવામાં આવતી સેવાઓની યાદી અને તેનું સંક્ષિપ્ત વિવરણ :-
પોલીસ તંત્ર દ્વારા નાગરીકોની લેખિત તેમજ મૌખિક ફરિયાદ લઈ તેની ધોરણસરની તપાસ કરી ગુન્હેગારોને કોર્ટમાં નશ્યત સારૂ રજુ કરવામાં આવે છે. તદઉપરાંત જાહેર પ્રસંગો જેવા કે, વિવિધ પ્રકારનાં ધામિર્ક સરઘસો, મેળાવડાઓ, જાહેર સભાઓ, કુદરતી આફતો, ચુંટણીઓ, સમ્મેલનો, વગેરેમાં કાયદો વ્યવસ્થાની જાળવણી કરવામાં આવે છે
(જી) જાહેર તંત્રનાં જિલ્લા સ્તરનાં માળખાઓનો આલેખ :-
(એચ) જાહેર તંત્રની અસરકારકતા અને કાર્યક્ષમતા વધારવા માટેની લોકો પાસેથી અપેક્ષાઓ :-
પોલીસ એ પ્રજાનો મિત્ર છે. આ બાબત લોકો દ્વારા જેટલા પ્રમાણમાં સ્વીકૃત થાય તેટલા પ્રમાણમાં જ લોકો દ્વારા પોલીસને જુદા જુદા પ્રસંગોએ સહકાર મળી શકે કેમ કે, વસ્તી, વિસ્તાર, અને ઔદ્યોગિકરણને કારણે પોલીસની કામગીરીનો વ્યાપ મોટા ફલક પર વિસ્તાર પામેલ છે. જેના કારણે લોકો તરફથી પણ કાયદાને માન આપવામાં આવે અને અસામાજીક પ્રવૃતિ કરતા ઈસમોની જાણકારી સક્ષમ અધિકારીને રૂબરૂમાં કે, ફોન દ્વારા પુરી પાડવામાં આવે તો ઘણા ગુન્હાઓ બનતા પહેલા જ ડામી શકાય.
(આઈ) લોક સહયોગ મેળવવા માટેની ગોઠવણ અને પઘ્ધતિઓ :-
જિલ્લા પોલીસ વડાની કચેરીમાં ર૪ કલાક કંટ્રૉલ રૂમ કાર્યરત છે. જેના ટેલીફોન નંબર-૧૦૦ કે જે, ટોલ ફ્રી છે જેના પર અથવા તો તમામ પોલીસ સ્ટેશનોમાં પણ ૧૦૦ નંબર ટેલીફોનની સુવિધા ઉપલબ્ધ છે. તેમજ, પોલીસ વડા તેમજ અન્ય પોલીસ અધિકારીઓને લેન્ડ લાઈન તથા મોબાઈલ સેવા દ્વારા નાગરીકો તરફથી કોઈ પણ પ્રકારની સલાહ સુચન કે, બાતમી મેળવી તેના પર ત્વરીત પગલા લેવામાં આવે છે.
(જે) સેવા આપવા અંગેના-દેખરેખ, નિયંત્રણ અને જાહેર ફરિયાદ નિવારણ માટે ઉપલબ્ધ તંત્ર:-
જિલ્લામાં પોલીસ અધિક્ષક કક્ષાના એક ભારતીય પોલીસ સેવાનાં અધિકારી જાતેથી સમગ્ર પોલીસ દળનું નિયંત્રણ કરે છે. જિલ્લામાં બે વિભાગ પાડવામાં આવેલ છે. આ બે વિભાગીય કચેરી વલસાડ અને વાપીમાં નાયબ પોલીસ અધિક્ષક કક્ષાના અધિકારી તેમના વિભાગ હેઠળનાં પોલીસ સ્ટેશનની કામગીરી ઉપર સતત દેખરેખ રાખે છે, અને તાબાના અમલદારોને કાયદો વ્યવસ્થાની જાળવણીમાં જરૂરી માર્ગદર્શન અને સુચનાઓ પુરી પાડે છે. તદઉપરાંત ર સર્કલ પોલીસ ઈન્સ્પેકટર ફરજ બજાવે છે, તેઓ પણ તેમના સર્કલના ૩ ત્ર ર પોલીસ સ્ટેશનને માર્ગદર્શન પુરુ પાડવા ઉપરાંત જાતેથી ગુન્હાઓની તપાસ પણ કરે છે. આ જિલ્લામાં કુલ-૯ પોલીસ સ્ટેશનો આવેલા છે. જેના ઈન્ચાર્જ તરીકે પોલીસ ઈન્સ્પેકટર/પોલીસ સબ ઈન્સ્પેકટર કક્ષાનાં અમલદારો તાબાનાં પોલીસ કર્મચારીઓ સાથે રહીને કાયદો વ્યવસ્થાની જાળવણી કરે છે. મહિલાઓને લગતા ગુન્હા સંબંધેની કામગીરી માટે જિલ્લા કક્ષાએ વલસાડ ખાતે મહિલા સેલ કાર્યરત છે. જયાં મહિલા એ.એસ.આઈ. દ્વારા મહિલા સંબંધિ ગુન્હાઓની તપાસ વગેરેની કામગીરી કરવામાં આવે છે.અનુ.જાતિ/અનુ.જનજાતિનાં લોકો પર થતા અત્યાચારો સંબંધિ તપાસ માટે સરકારશ્રી દ્વારા નાયબ પોલીસ અધિક્ષકશ્રી એસ.સી./એસ.ટી. સેલની નિમણુંક કરવામાં આવેલ છે. તેઓ દ્વારા આ પ્રકારના ગુન્હાની જાતે તપાસ કરવામાં આવે છે.
તદઉપરાંત, વિશિષ્ટ પ્રકારની કામગીરી માટે જુદા જુદા સ્કવૉર્ડ જેવા કે, આથિર્ક ગુન્હા નિવારણ સેલ, એસ.ઓ.જી., ક્રાઈમ સ્કવૉર્ડ, જિલ્લા હાઈ-વે ટ્રાફિક શાખા, શહેર ટ્રાફિક શાખા, નાસતા ફરતા ગુન્હેગારોને પકડવાનો સેલ વગેરેની રચના કરવામાં આવેલ છે, અને તેને સંલગ્ન ગુન્હાઓની ઝડપી તપાસ કરી ગુન્હેગારોને ઝડપી લઈ ન્યાયની અદાલતમાં રજુ કરાવી નશ્યત કરવામાં આવે છે. પોલીસ તંત્રની તપાસ કામગીરીની મદદ માટે વાયરલેસ વિભાગ, એમ.ઓ.બી., એલ.આઈ.બી., ફિંગર પ્રિન્ટ, અશ્વદળ, શ્વાનદળ, ફોટૉગ્રાફી વભાગ, મોટર વાહન શાખા, ગ્રામ્ય રક્ષક દળ, જિલ્લા ક્રાઈમ રેકર્ડ બ્યુરો પણ ઉપલબ્ધ છે
|
|
કે) મુખ્ય કચેરી અને જુદા જુદા સ્તરોએ આવેલ અન્ય કચેરીઓના સરનામાં :
ક્રમ
|
કચેરી
|
સરનામું
|
૧.
|
પોલીસ અધિક્ષકની કચેરી,વલસાડ .
|
પોલીસ અધિક્ષક ની કચેરી વલસાડ જિલ્લા, વલસાડ.
|
ર.
|
નાયબ પોલીસ અધિક્ષક (મુખ્યમથક)ની કચેરી, વલસાડ.
|
પોલીસ અધિક્ષક ની કચેરી વલસાડ જિલ્લા, વલસાડ.
|
૩.
|
નાયબ પોલીસ અધિક્ષક, એસ.સી.એસ.ટી. સેલની કચેરી, વલસાડ
|
પોલીસ અધિક્ષક ની કચેરીના ગ્રાઉન્ડ ફલોર, વલસાડ
|
૪.
|
નાયબ પોલીસ અધિક્ષકની કચેરી, વલસાડ વિભાગ, વલસાડ.
|
વલસાડ સીટી પો.સ્ટે.ના પ્રથમ માળે જલારામ મંદિરની સામે વલસાડ.
|
પ
|
નાયબ પોલીસ અધિક્ષકની કચેરી, વાપી વિભાગ, વાપી.
|
વાપી ઉ.નગર પો.સ્ટે.ની સામે વાપી તા.વાપી, જી.વલસાડ
|
૬
|
સર્કલ પોલીસ ઈન્સ્પેકટર, વલસાડ
|
પોલીસ અધિક્ષકની કચેરીના પ્રથમ માળ ઉપર વલસાડ
|
૭
|
સર્કલ પોલીસ ઈન્સ્પેકટર, ધરમપુર
|
જુની મામલતદાર કચેરી પાસે ધરમપુર.
|
૮
|
પોલીસ ઈન્સપેકટર , વલસાડ ટાઉન
|
જલારામ મંદિરની સામે વલસાડ તા.જી.વલસાડ.
|
૯
|
પોલીસ ઈન્સ્પેકટર, વાપી ટાઉન
|
વાપી નગરપાલીકા સામે વાપી તા.વાપી, જી.વલસાડ
|
૧૦
|
પોલીસ ઈન્સ્પેકટર, વાપી ઉ.નગર
|
વાપી ઉ.નગર સ્ટેટ બેન્ક ઈન્ડીયા શાખા ની પાછળ તા.વાપી, જી.વલસાડ
|
૧૧
|
પોલીસ ઈન્સ્પેકટર, ઉમરગામ
|
ઉમરગામ તાલુકા પંચાયત કચેરીની બાજુમાં તા.ઉમરગામ
|
૧ર
|
પોલીસ ઈન્સ્પેકટર, એલ.આઈ.બી.
|
પોલીસ અધિક્ષક ની કચેરી વલસાડ બીજામાળ ઉપર વલસાડ.
|
૧૩
|
પોલીસ ઈન્સ્પેકટર, એલ.સી.બી.
|
પોલીસ અધિક્ષક ની કચેરી વલસાડ ગ્રાઉન્ડ ફલોર પર.
|
૧૪
|
પોલીસ સબ ઈન્સ્પેકટર, વલસાડ રૂરલ
|
કલ્યાણબાગની સામે વલસાડ, તા.જી.વલસાડ
|
૧પ
|
પોલીસ સબ ઈન્સપેકટર, ડુંગરી
|
ડુંગરી રેલ્વે ફાટકની બાજુમાં તા.જી.વલસાડ
|
૧૬
|
પોલીસ સબ ઈન્સ્પેકટર, પારડી
|
વલસાડી ઝાપા ને.હા.નં.૮ ની બાજુમા તા.પારડી, જી.વલસાડ
|
૧૭
|
પોલીસ સબ ઈન્સ્પેકટર, ધરમપુર
|
એસ.ટી.ડેપોની પાસે ધરમપુર તા.ધરમપુર, જી.વલસાડ
|
૧૮
|
પોલીસ સબ ઈન્સપેકટર , કપરાડા
|
કપરાડા તાલુકા પંચાયત કચેરી ની બાજુમાં તા.કપરાડા જી.વલસાડ
|
૧૯
|
પોલીસ ઈન્સપેકટર , મહિલા પો.સ્ટે.
|
વલસાડ સીટી પો.સ્ટે.ના પ્રથમ માળે જલારામ મંદિરની સામે વલસાડ.
|
ર૦
|
પોલીસ સબ ઈન્સપેકટર , ડુંગરા
|
ચણોદ કોલોની, હરિયાપાર્ક, હમ્પટી ડમ્પટીની પાછળ, સિલવાસા વાપી રોડ, ડુંગરા, તા.વાપી, જી.વલસાડ
|
ર૧
|
પોલીસ સબ ઈન્સપેકટર , એમ.ઓ.બી. શાખા
|
પોલીસ અધિક્ષક ની કચેરી વલસાડ બીજા માળ ઉપર વલસાડ.
|
રર
|
પોલીસ ઈન્સપેકટર , મરીન પો.સ્ટે.
|
નારગોલ, તા.ઉમરગામ, જી.વલસાડ
|
ર૩
|
પોલીસ સબ ઈન્સ્પેકટર, રીડર શાખા
|
પોલીસ અધિક્ષક ની કચેરી વલસાડ જિલ્લા, વલસાડ.
|
ર૪
|
પોલીસ સબ ઈન્સ્પેકટર, માઉન્ટેડ
|
પોલીસ હેડ કવાટર્સ મોગરાવાડી વલસાડ.
|
રપ
|
પોલીસ સબ ઈન્સ્પેકટર, એમ.ટી. શાખા
|
પોલીસ હેડ કવાટર્સ મોગરાવાડી વલસાડ.
|
૨૬
|
રીઝર્વ પોલીસ સબ ઈન્સ્પેકટર, વલસાડ
|
પોલીસ હેડ કવાટર્સ મોગરાવાડી વલસાડ.
|
૨૭
|
ડૉગસ્કૉર્ડ
|
પોલીસ હેડ કવાટર્સ મોગરાવાડી વલસાડ.
|
૨૮
|
પોલીસ ઈન્સપેકટર , એસ.ઓ.જી. વલસાડ( કેમ્પ વાપી)
|
વાપી ઉ.નગર પો.સ્ટે.ની સામે વાપી તા.વાપી, જી.વલસાડ
|
૨૯
|
પોલીસ સબ ઈન્સપેકટર, ભીલાડ
|
ઝરોલી ભીલાડ રોડ, ગુલશન નગર, ભીલાડ તા.ઉમરગામ, જી.વલસાડ
|
(એલ) કચેરી શરૂ/બંધ થવાનો સમય :-
જિલ્લા પોલીસ વડાની વહિવટી કચેરીનો સમય સવારનાં કલાક-૧૦:૩૦ થી સાંજના કલાક-૧૮:૧૦ સુધીનો છે. પરંતુ, આ કચેરીમાં આવેલ કંન્ટ્રૉલ રૂમ રાઉન્ડ ધી કલોક કાર્યરત છે, તેજ રીતે, જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનો પણ ર૪ કલાક કાર્યરત હોય છે.
|
|