હું શોધું છું

હોમ  |

સાફલ્યગાથા
Rating :  Star Star Star Star Star   

                       ર૪ કલાકની માનસિક આરોગ્‍ય હેલ્‍પ લાઇન - જીવન આસ્‍થા

 

 

                આજના ઝડપથી પરિવર્તન પામતા સ્‍પર્ધાત્‍મક સમયમાં  માનવી સતત સંધર્ષમાંથી પસાર થાય છે. વિજ્ઞાન અને ટેકનોલોજીના કારણે થઇ રહેલ વિકાસને લીધે ઔધોગિકરણ અને શહેરીકરણ થઇ રહેલ છે.સંયુકત કુટુંબની જગ્‍યાએ વિભકત કુટુંબ સામાન્‍ય થતાં જાય છે. પહેલાંના સમયમાં લોકો કૌટુંબિક, સામાજીક તથા ગ્રામ્‍ય સ્‍તરે એકબીજાની સાથે જોડાયેલા હતા જેથી તણાવના સમયમાં એકબીજાના માનસિક સહારાના કારણે કપરો સમય પસાર કરી જતાં હતા. પરંતુ આજના સમયમાં શહેરીકરણ અને વિભકત કુટુંબમાં માણસને આ પ્રકારનો સહારો મળવાનું પ્રમાણ ઘટયુ છે.સાથોસાથ વ્‍યકિત જુદા જુદા તણાવનો ભોગ બને છે. જેના કારણે નિરાશા, હતાશા, ખિન્‍નતા,વ્‍યસન, નશાખોર, કેફી ઢૃવ્‍યો તરફ વળે છે. જેના પરિણામે વ્‍યકિત, કુટુંબ અને સમાજે ભોગવવાનું થાય છે. કેટલીક વાર આવા સમયમાં એકલો પડી ગયેલ વ્‍યકિત આત્‍મહત્‍યાના પ્રયાસ તરફ પણ વળે છે.આ પરિસ્‍થિતિમાં તણાવ, નિરાશા તથા હતાશાના સમયમાં વ્‍યકિતને સલાહ માર્ગદર્શન તથા સહારો મળી રહે તે માટેની વૈકલ્‍પિક વ્‍યવસ્‍થા ઉભી કરવાની આવશ્‍યકતા જણાય છે.

        મુંબઇ સ્‍થિત વાંદ્રેવાલા ફાઉન્‍ડેશન માનસિક હતાશામાં ટેલીફોનથી માર્ગદર્શન તથા કાઉન્‍સેલીંગ આપવા માટેની ર૪ કલાક કાર્યરત હેલ્‍પ લાઇન મુંબઇમાં છેલ્‍લા ચાર વર્ષથી અને દિલ્‍હીમાં છેલ્‍લા ત્રણ વર્ષથી ચલાવી રહેલ છે અને આ સમયગાળામાં પ૦ હજાર જેટલા કોલનો જવાબ આપી માર્ગદર્શન અને કાઉન્‍સેલીંગ પૂરુ પાડી ચૂકેલ છે.

 

        આવી જ વ્‍યવસ્‍થા ગુજરાતમા શરુ કરવાના હેતુથી  રાજય સરકાર ધ્‍વારા શરુ કરવામાં આવેલ સુરક્ષા સેતુ  યોજના હેઠળ રચવામાં આવેલી સુરત ગ્રામ્‍ય જિલ્‍લા સુરક્ષા સેતુ સોસાયટી હેઠળ વાંદ્રેવાલા ફાઉન્‍ડેશનના સહયોગથી ! જીવન આસ્‍થા ! હેલ્‍પ લાઇનનો પ્રારંભિક ટ્રાયલનો તબકકો તા.૧પ-૮-૦૧૩નાં રોજથી શરુ કરવામાં આવેલ છે. આ હેલ્‍પ લાઇનનું વિધિવત ઉદઘાટન તા.૧૦-૯-૦૧૩ના રોજ આત્‍મહત્‍યા નિવારણ દિને કરવામાં આવેલ.આ હેલ્‍પ લાઇન માટે સુરત ગ્રામ્‍ય સુરક્ષા સેતુ સોસાયટી ધ્‍વારા એમ.એ. સાયકોલોજી ભણેલા તથા અનુભવી કાઉન્‍સેલરોની ભરતી કરી તેઓને તાલીમ આપવામાં આવેલ છે જેઓ ફોન ઉપર વ્‍યકિતનું કાઉન્‍સેલીંગ કરશે અને  તેનો તણાવ તથા હતાશા દુર થાય તેવા પ્રયાસો કરશે.

        ઉપરાંત વધુ માર્ગદર્શનની આવશ્‍યકતા હશે તેવા કિસ્‍સામાં નિષ્‍ણાંત મનોવિજ્ઞાનિક તરફ ફોન ડાયવર્ટ કરવામાં આવશે અને તેઓ ફોન ઉપર કાઉન્‍સેલીંગ કરશે. મનોચિકિત્‍સકની આવશ્‍યકતા હોય તેવા ફોન નિષ્‍ણાંત મનોચિકિત્‍સકને ડાયવર્ટ કરવામાં આવશે અને તેઓ કાઉન્‍સેલીંગ કરશે.. આ માટે સીવીલ હોસ્‍પિટલ  તથા સ્‍મીમેર હોસ્‍પિટલના મનોચિકિત્‍સક તથા અન્‍ય મનોચિકિત્‍સકો તથા કોલેજના મનોવિજ્ઞાનના પ્રોફેસરો તથા અન્‍ય મનોવિજ્ઞાનિકોની મદદ લેવામાં આવશે.

 

                આમ  આ વ્‍યવસ્‍થા ત્રિસ્‍તરીય રહેશે.

                (૧) તાલીમ પામેલા કાઉન્‍સેલરો.

                (ર) માનસ શાસ્‍ત્રીઓ

                (૩) મનોચિકિત્‍સકો

 

 

        વાંદ્રેવાલા ફાઉન્‍ડેશન ટેકનીકલ Know How  કોમ્‍યુનીકેશન સપોર્ટ પુરો પાડશે. આ સેવા તા. ૧પ-૮-૦૧૩ નાં રોજ બપોરે ક. ૧ર.૦૦ થી ર૪ કલાક માટે  સમગ્ર ગુજરાત માટે ઉપલબ્‍ધ રહેશે. જરુરીયાત ધરાવનારા વ્‍યકિતઓ  નીચેના ફોન નંબર ઉપર ફોન કરી સેવા મેળવી શકશે.

       

        ઓલ ઇન્‍ડિયા યુનીક ટોલ ફ્રી નંબર - 18602662345

 

      તથા  ફોન નંબર                   - 02616554050

 

 

            ફોન કરનાર વ્‍યકિતની ઓળખ ગુપ્‍ત રાખવામાં આવશે.

 

            હતાશા, નિરાશા, કેફી ઢૃવ્‍યનો ઉપયોગ, ફોબીયા, અત્‍યંત ચિંતાની સ્‍થિતિ, વધુ પડતો ગભરાટ, આત્‍મહત્‍યા કરવા તરફનું વલણ, સબંધો અંગે મુઝવતા પ્રશ્‍નો વિગેરે માટે હેલ્‍પ લાઇનનો કોઇપણ સમયે સંપર્ક કરવા વિનંતી છે.મનોવિજ્ઞાનિકો અને મનોચિકિત્‍સકો પણ રાત્રીના કોઇપણ સમયે ઉપલબ્‍ધ રહેશે.

 

 

 

 

 

“ સાફલ્યા ગાથા ‘‘

તા. ૦૯-૧૨-૨૦૧૩ થી તા.૧૬-૧૨-૨૦૧૩

“ સાફલ્યા ગાથા ‘‘

તા. ૦૯-૧૨-૨૦૧૩ થી તા.૧૬-૧૨-૨૦૧૩

 

મુદા નંબર -૧

                                     · જો જીલ્લા શહેર કક્ષાએ કોઇ ખોવાયેલ બાળકો માટે ઝુંબેશ હાથ ધરવામાં આવેલ હોયકે અન્ય સારીકામગીરી માટે ઝુંબેશ ચલાવવામાં આવી હોય.

·      ગુમ થયેલ બાળકો શોધવા માટે વારંવાર મીસીંગ ડ્રાઇવનું આયોજન કરી સગા સબંધીનો સંપર્ક કરી શોધવાની કામગીરી કરવામાં આવે છે.

·      ગુમ થયેલ બાળકોને શોધવા વેબસાઇટ http:/ trackthemissingchild.gov.in/ missing/ index.php  ઉપર ગુમ થયેલાની એન્ટ્રી ડે ટુ ડે કરવામાં આવે છે.

·         અત્રેના જીલ્‍લાના બાકી રહેલ તમામ મીસીંગ ચાઇલ્‍ડ અંગેની માહિતી વેબસાઇટ પર અવનવુમાં મુકવામાં આવેલ છે.

·      અત્રેના જીલ્‍લામાં કુટુંબ સહાયતા કેન્‍દ્રઔધોગિક સુરક્ષા કેન્‍દ્રસુરક્ષા સેતુ સોસાયટીની શરુઆત કરવામાં આવેલ છેજેમા એક કાઉન્‍સલેરપોલીસવાહન સાથે રાઉન્‍ડ ધી કલોક કાર્યરત  હોય છેતેઓ ધ્‍વારા વિવિધ પ્રકારની કાઉન્‍સલીંગ કરવામાં આવે છે.



મુદા નંબર -૨

·  કૌટુંબિક ઝધડા,તનાવ કે ડીપ્રેસન માંથી બહાર નીકળવા માટે કુ.સ.કે. ધ્‍વારા પ્રોફેસનલ કાઉન્‍સેલર અને સોસીયલ વર્કર ધ્‍વારા કાઉન્‍સેલીગ કરી સ્‍ત્રી ઓ બાળકો અને વૃધ્‍ધો ના પ્રશ્‍નોનું નિરાકરણ લાવવામાં મદદરુપ થાય છે.

·      શાળા/કોલેજમાં ચર્ચા/ડીબેટઅવેરનેશ પ્રોગ્રામ ચલાવવામાં આવ્યા હોય.

·    શાળા કોલેજોમાં ટ્રાફીક અવેરનશ કાર્યક્રમો રાખવામાં આવે છે.

·      કુટુંબ સહાયતા કેન્‍દ્રના કાઉન્‍સલેર ધ્‍વારા મહીલા અત્યાચાર રોકવા અંગે વિવિધ શાળા કોલેજોમાં સ્‍ત્રી અત્‍યાચાર અને માનવ વેપાર અંગે અવેરનેસ કાર્યક્રમો કાયદાની કલમો સાથે પ્રોજેકટર માફરતે પ્રેઝન્‍ટેશન ધ્‍વારા સમજ આપવામાં આવે છે.

·      કુટુંબ સહાયતા કેન્‍દ્રના કાઉન્‍સલેર ધ્‍વારા સ્ત્રી-સુરક્ષા અને સ્રી-સશક્તિકરણ સેમિનાર યોજવામાં આવે છે

·      શાળા-કોલેજમાં સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત સેલ્ફ ડીફેન્‍સ પ્રોગ્રામ્‍સ  શરુ કરાયા છે. જેના ઉદધાટન સમારંભમા કુ.સ.કે.ધ્‍વારા જાગૃત કાર્યક્રમોનું આયોજન થાય.

મુદા નંબર -૩

·      ટ્રાફીક અંગેના કાર્યક્રમો હાથ ધરવામાં આવેલ હોય.

·      ટ્રાફીક જનજાગૃતિ અંગે ડોકયુમેન્‍ટરી ફિલ્‍મ બનાવી ટ્રાફીકના નિયમો સાથેની જાહેર જગ્‍યાઓ તેમજ શાળા કોલેજોમાં  અવેરનશ કાર્યક્રમો રાખવામાં આવેલ.

·     વારંવાર રોડ ઉપર ટ્રાફીક ડ્રાઇવ રાખી ટ્રાફીક અવરેનસ અંગેની સમજ આપવામાં આવે છે.

મુદા નંબર -૪

·     ગુનાઓ અટકાવવા કોઇ વિશિષ્ટ કામગીરી/સ્ટ્રેટેજી અપનાવવામાં આવેલ છે ? 

·     નેશનલ હાઇવે નંબર  ઉપર નાઇટ રાઉન્ડપેટ્રોલીંગ રાખેલ રાખવામાંઆવેછે. હોટલોઢાબાતેમજ વાહનોનું  ચેકીંગ સઘન બનાવવામાં આવેલ છે.

·     વારંવાર કોમ્બીંગ નાઇટ રાખી શક પડતા ઇસમો,અવાવરુ જગ્યારેલવે સ્ટેશનહોટલ ધાબાવાહન  ચેકીંગ તેમજ નાકાબંધી રાખવામાં આવેલ છે.   

·     ક્રાઇમ ઇન્‍સ્‍વેસ્‍ટીંગ અંગે પોલીસના માણસોને સેમિનાર યોજી ગુનાઓ અટકાવવા તેમજ ઇન્‍સ્‍વેસ્‍ટીંગમાં અવેરનસ આવે તે સારુ સેમિનારો યોજમાં આવે છે.

·         દરિયાઇ સુરક્ષા માટે મરીન પોલીસ સ્‍ટેશન કાર્યરત છે. 

મુદા નંબર -૫

·    અન્ય લોકહિતની બાબતો જે લોકોના તુરતજ ધ્યાન પર આવે તેવી બાબતો ..

·    સુરક્ષા સેતુ સોસાયટીના ભાગરુપે નવસારી ખાતે શિક્ષણ અધિકારી સાથે પરામર્શકરી શિક્ષકોને સ્‍ટુડન્‍ટ પોલીસ કેડેટની દિન ત્રણની તાલીમ આપવામાં આવી રજીસ્‍ટ્રેશનની કામગીરી ચાલુ છે.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

                      

                         

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

                      

                         

 

 

 

 

 

 

 

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન
પોલીસ સેવાઓ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર     |     પ્રતિભાવ

Last updated on 19-12-2013