|
“સાફલ્યા ગાથા“
તા.૦૬-૦૧-૨૦૧૩ થી ૧૩-૦૧-૨૦૧૪
|
|
મુદા નંબર – ૧.
· જો જીલ્લા શહેર કક્ષાએ કોઇ ખોવાયેલ બાળકો માટે ઝુંબેશ હાથ ધરવામાં આવેલ હોય, કે અન્ય સારી
કામગીરી માટે ઝુંબેશ ચલાવવામાં આવી હોય.
· ગુમ થયેલ બાળકો શોધવા માટે વારંવાર મીસીંગ ડ્રાઇવનું આયોજન કરી સગા સબંધીનો સંપર્ક કરી શોધવાની કામગીરી કરવામાં આવે છે.
· ગુમ થયેલ બાળકોને શોધવા વેબસાઇટ http:/ trackthemissingchild.gov.in/ missing/ index.php ઉપર ગુમ થયેલાની એન્ટ્રી ડે ટુ ડે કરવામાં આવે છે.
· અત્રેના જીલ્લાના બાકી રહેલ તમામ મીસીંગ ચાઇલ્ડ અંગેની માહિતી વેબસાઇટ પર અવનવુમાં મુકવામાં આવેલ છે.
· અત્રેના જીલ્લામાં કુટુંબ સહાયતા કેન્દ્ર, ઔધોગિક સુરક્ષા કેન્દ્ર, સુરક્ષા સેતુ સોસાયટીની શરુઆત કરવામાં આવેલ છે. જેમા એક કાઉન્સલેર, પોલીસ, વાહન સાથે રાઉન્ડ ધી કલોક કાર્યરત હોય છે. તેઓ ધ્વારા બાળકો , મહીલા અને વ્રુધ્ધોને લગતા પ્રશ્નો અને મૂઝવણોને પરામર્શ દ્વારા સમાધાન કરી તેઓની પૂન: સ્થાપનની કામગીરી કરવામાં આવે છે. તે ઉપરાતં ટોલ ફી હેલ્પલાઇન ૧૦૯૧ જે ચોવીસ કલાક કાર્યરત છે.
|
મુદા નંબર -૨.
· શાળા/કોલેજમાં ચર્ચા/ડીબેટ, અવેરનેશ પ્રોગ્રામ ચલાવવામાં આવ્યા હોય.
· શાળા કોલેજોમાં ટ્રાફીક અવેરનશ કાર્યક્રમો રાખવામાં આવે છે.
· કુટુંબ સહાયતા કેન્દ્રના કાઉન્સલેર દ્વારા મહીલા અત્યાચાર રોકવા અંગે વિવિધ શાળા કોલેજોમાં સ્ત્રી અત્યાચાર અને માનવ વેપાર અંગે અવેરનેસ કાર્યક્રમો કાયદાની કલમો સાથે પ્રોજેકટર માફરતે પ્રેઝન્ટેશન ધ્વારા સમજ આપવામાં આવે છે.
· કુટુંબ સહાયતા કેન્દ્રના કાઉન્સલેર ધ્વારા સ્ત્રી-સુરક્ષા અને સ્રી-સશક્તિકરણ સેમિનાર યોજવામાં આવે છે
· શાળા-કોલેજમાં સેલ્ફ ડીફેન્સ સારુ પ્રોજેકટર મારફતે અવેરનસ કાર્યક્રમો કરવામાં આવે છે.
· સુરક્ષા સેતુ અંતગર્ત સીનીયર સીટીઝન વડલો સીનીયર સીટીઝન ગૃપ ઓફ ઉમરગામ ખાતે ર૯૦ સીનીયર સીટીઝન સાથે કાયદા અને સુરક્ષા સંદર્ભે ઉમરગામ પો.સ્ટે અને કુટુંબ સહાયતા કેન્દ્ર દ્રવારા સીનીયર સીટીઝનને તાલીમ આપેલ છે.
· સુરક્ષા સેતુ સોસાયટી અંતગર્ત વલસાડ જીલ્લા પોલીસ દવારા પોલીસ કર્મચારીઓ અને આમ જનતા માટે તા.૦૬/૦૧/૨૦૧૪ થી તા.૧૦/૦૧/૨૦૧૪ સુધી હેડ કવાર્ટસ ખાતે યોગ તાલીમ શીબીરનું આયોજન કરેલ છે.
· સુરક્ષા સેતુ સોસાયટી અંતગર્ત વલસાડ જીલ્લા પોલીસ દવારા હેલ્થ કેમ્પ તા.૧૦/૦૧/૨૦૧૪ નું આયોજન કરેલ હતું જેમાં પોલીસ કર્મચારીઓ અને જાહેર જન સમુદાયનું નિઃશુલ્ક તબીબી ચકાસ પોલીસ હેડ કવાર્ટસ ખાતે કરેલ છે.
|
મુદા નંબર -૩.
· ટ્રાફીક અંગેના કાર્યક્રમો હાથ ધરવામાં આવેલ હોય.
· ટ્રાફીક જનજાગૃતિ અંગે ડોકયુમેન્ટરી ફિલ્મ બનાવી ટ્રાફીકના નિયમો સાથેની જાહેર જગ્યાઓ તેમજ શાળા કોલેજોમાં અવેરનશ કાર્યક્રમો રાખવામાં આવેલ.
· વારંવાર રોડ ઉપર ટ્રાફીક ડ્રાઇવ રાખી ટ્રાફીક અવરેનસ અંગેની સમજ આપવામાં આવે છે.
· જીલ્લા ના તમામ પો.સ્ટે એસ.પી.સીના સ્ટુડન્ટ સાથે જે તે પો.સ્ટે ના ચાર રસ્તા ઉપર તા.૧૧/૦૧/૧૪ થી તા.૧૪/૦૧/૧૪ સુધી ટ્રાફીક ઉજવણી અંગે એસ.પી.સીના સ્ટુડન્ટ ઓને સાથે રાખી ટ્રાફીક અવરનેશ અંગેની પેમ્પલેટો ની વહેચણી કરી રાહદારી ઓ સાથે સ્લોગન અંગેના ફોર્મ ભર્યા પોતાની પાસે રાખવા તેમજ ટ્રાફીકમાં શું શું કાળજીઓ રાખવા તે અંગે રેડ કાર્ડની વહેચણી કરવામાં આવી જીલ્લા ટ્રાફીક બગવાડા તોલનાકા પાસે એસ.પી.સીના સ્ટુડન્ટ તેમજ વલસાડ જીલ્લાના તમામ અધિકારીશ્રીઓ એસ.પી.શ્રીના આગેવાની હેઠળ હાઇવે ના ટ્રક ડ્રાઇવરો રિક્ષા ડ્રાઇવરો તેમજ રાહદારીઓને જાહેરમાં ટ્રાફીક અવરનેશ અંગે સુચનાઓ આપી અને રોડ અકસ્માત માં વધુ વ્યકિતીઓ ના અપમુત્ય થતા હોય તે અંગે તમામ હાજર પબ્લીકના માણસોને ટ્રાફીકના નિયમોનું પાલન કરવા સુચનો આપવામાં આવી.
|
મુદા નંબર – ૪.
· ગુનાઓ અટકાવવા કોઇ વિશિષ્ટ કામગીરી/સ્ટ્રેટેજી અપનાવવામાં આવેલ છે ?
· ને.હા.નંબર આઠ ઉપર નાઇટ રાઉન્ડ દરમ્યાન પેટ્રોલીંગ રાખવામાં આવે છે. હોટલો, ઢાબા, તેમજ વાહનોનું ચેકીંગ સઘન બનાવવામાં આવેલ છે.
· વારંવાર કોમ્બીંગ નાઇટ રાખી શંક પડતા ઇસમો, અવાવરુ જગ્યા, રેલવે સ્ટેશન, હોટલ ધાબા, વાહન ચેકીંગ તેમજ નાકાબંધી રાખવામાં આવેલ છે.
· ક્રાઇમ ઇન્સ્વેસ્ટીંગ અંગે પોલીસના માણસોને સેમિનાર યોજી ગુનાઓ અટકાવવા તેમજ ઇન્સ્વેસ્ટીંગમાં અવેરનસ આવે તે સારુ સેમિનારો યોજવામાં આવે છે.
· દરિયાઇ સુરક્ષા માટે મરીન પોલીસ સ્ટેશન કાર્યરત કરી પેટ્રોલીંગ કરવામાં આવે છે.
|
મુદા નંબર – ૫.
· અન્ય લોકહિતની બાબતો જે લોકોના તુરતજ ધ્યાન પર આવે તેવી બાબતો .
· સુરક્ષા સેતુ સોસાયટીના ભાગરુપે વલસાડ ખાતે શિક્ષણ અધિકારી સાથે પરામર્શકરી શિક્ષકોને સ્ટુડન્ટ પોલીસ કેડેટની તાલીમ આપવામાં ની કામગીરી ચાલું છે. જેની રજીસ્ટ્રેશનની કામગીરી ચાલુ છે.
· સુરક્ષાસેતુ સોસાયટી અંતર્ગત સ્ટુડન્ટ પોલીસ કેડેટના કાર્યક્રમો દરેક શાળા કોલેજના નિર્ધારીત કરેલ શિક્ષકોને તાલીમ આપવામાં આવેલ છે. સેમિનારો યોજવામાં આવે છે.
|
|
|