|
પ્રેસનોટ
પોલીસ અધિક્ષકશ્રી વલસાડનાઓની સુચના અને માર્ગદર્શન આધારે તા.૧૯/૦૭/૨૦૧૪ ના રોજ LCB પો.ઇન્સ.શ્રી વી.બી.બારડ તથા પો.સ.ઇ.શ્રી સી.બી.ટંડેલ તથા સ્ટાફના પોલીસ માણસોનાઓ સાથે ધરમપુર પો.સ્ટે. વિસ્તારમાં મિલકત સંબંધી ગુના અટકાવવાની પેટ્રોલીંગ ફરજમાં હતાં દરમ્યાન બાતમી હકિકત મળેલ કે ધરમપુર તાલુકાના બારસોલ ગામના રોડ ઉપર આવેલ કાનુરબરડા વિસ્તારમા આવેલ કેરોસીન ડેપો પાસે બારસોલ ગામનો રહીશ દિપકભાઇ ભીખુભાઇ આહીર તથા મરલા ગામના રહીશ જગદીશભાઇ જશવંતભાઇ પટેલ તથા આસ્મા તા.પારડી ગામના રહીશ બાબુભાઇ વજીરભાઇ નાઓએ ધાડ પાડવા માટેની ટોળકી બનાવી તેમની ટોળકીના બીજા આશરે આઠેક જેટલા માણસો સાથે ધાતક હથિયારો સાથે સજ્જ થઇ ભેગા મળી પંચલાઇ ગામ તા.પારડીના રહીશ મંગુભાઇ બાવાભાઇ આહીરના ઘરે ત્રણ મોટરસાયકલો સાથે ધાડ પાડવા જવાની તૈયારી કરી રહેલ છે વિગેરે મતલબે મળેલ બાતમી આધારે ધરમપુર કાનુર બરડા વિસ્તારમાંથી હથિયાર તથા મો.સા.સાથે (૧) દિપકભાઇ ભીખાભાઇ આહિર, ઉ.વ.૩૯, ધંધો-ખેતી, રહે. બારસોલ, પટેલ ફળીયુ, તા.ધરમપુર, (ર) બાબુભાઇ વજીરભાઇ ધોઢીયા પટેલ, ઉ.વ.૪૪, ધંધો-ખેતી, રહે. આસ્માગામ, મોતીડા ફળીયુ, તા.પારડી, જી.વલસાડ. (૩) જગદીશ ઉર્ફે હજામ જશવંતભાઇ પટેલ, ઉ.વ.૩૦, ધંધો-ખેતી, રહે. મરલા, માવજી ફળીયા, તા.જી.વલસાડ. (૪) ભારત મોતી મંડોળ, ઉ.વ.૩૦, ધંધો મજુરી, જાતે-આદિવાસ, રહે. ગામ દુધામણી, મંડોળ ફળીયુ, તા.ધાનપુર, જી.દાહોદ, પોસ્ટ. ધાનપુર. (૫) બાબુ ઉર્ફે કાનજી ધનસુખ ભાભોર, જાતે-આદિવાસી, ઉ.વ.૩૧, ધંધો-મજુરી, રહે. ગામ વીસલંગા, ખાટા ફળીયુ, તા.લીમખેડા, જી.દાહોદ, પો.સ્ટે. લીમખેડા (૬) ભરત નુરા ડામોર, ઉ.વ.૨૨, ધંધો-મજુરી, રહે. ગામ વીસલંગા, ઘાટા ફળીયુ, તા.લીમખેડા, જી.દાહોદ, પોસ્ટ લીમખેડા, (૭) મહેશ ભુરસીંગ ડામોર, ઉ..વ.૧૯, ધંધો-મજુરી, રહે. ગામ વીસલંગા, ઘાટા ફળીયુ, તા.લીમખેડા, જી.દાહોદ, પોસ્ટ લીમખેડા (૮) કાજુ નુરા ડામોર, ઉ.વ.૧૯, ધંધો-મજુરી, રહે. ગામ વીસલંગા, ઘાટા ફળીયુ, તા.લીમખેડા, જી.દાહોદ, પોસ્ટ લીમખેડા (૯) ચુનીલાલ કાળુભાઇ મેડા, ઉ.વ.૨૮, ધંધો-કડીયાકામ, રહે. જેકોટ, માલ ફળીયુ, તા.જી.દાહોદ (૧૦) મહેશભાઇ સોમાભાઇ ભુહા, જાતે-નીનામા, ઉ.વ.૧૯, ધંધો-મજુરી, રહે. ગામ વીસલંગા, ઘાટા ફળીયુ, તા.લીમખેડા, જી.દાહોદ, પોસ્ટ લીમખેડા, (૧૧) મગન નરસુભાઇ ભાભોર, જાતે-ભીલ, ઉ.વ.૨૨, ધંધો-ખેતી, રહે. ગામ વીસલંગા, ઘાટા ફળીયુ, તા.લીમખેડા, જી.દાહોદ, પોસ્ટ લીમખેડાવાળાઓને પકડી તેઓની ઝડતી કરતાં તેઓના કબજામાંથી એક દેશી બનાવટનો લોડ તમંચો તથા જીવતા કારતુસ નંગ-૫ મળી આવેલ તથા પબ્લીકના માણસોને ઇજા કરવા અને ધાડ પાડવા માટે ઉપયોગમા લેવાતા હથિયારો જેવાકે લાકડી,ગણેશીયા,હથોડી,છરી,ભાલો તથા ચાર મોબાઇલ ફોન તથા રોકડ રૂપિયા કબજે કરવામા આવેલ અને ઉપરોક્ત તમામ આરોપીઓ વિરૂધ્ધ એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી વી.બી.બારડે શ્રી સરકાર તર્ફે ઇ.પી.કો. કલમ ૩૯૯,૪૦૦,૪૦૨ તથા આર્મસ એક્ટ કલમ ૨૫(૧)બી,એ મુજબ ઘાતક હથિયારો સાથે ધાડ પાડવાની તૈયારી કરવી અને ધાડ પાડવા માટે ભેગા થવા અંગેનો ગુ્નહો દાખલ કરવામા આવેલ.અને આ ગુન્હાની તપાસ સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી આર.જી.દેસાઇનાઓને સોંપવામા આવેલ છે.
પાના નંબર – ૨
આ ગુન્હાના કામે પકડાયેલ આરોપીઓની એલ.સીબી પોલીસ ટીમ તથા તપાસ કરનાર અમલદાર દ્રારા સંયુક્ત રીતે પુછપરછ કરવામા આવતા આરોપીઓએ નીચે મુજબના ગુન્હાઓ કરેલ હોવાનુ જણાવેલ છે.
ડીટેક્ટ થયેલ ગુન્હા
અનં.
|
પો.સ્ટે.ગુ.ર.નં.
|
ફરીયાદી
|
બનાવ બન્યા તા.ટા
|
ધાડમા ગયેલ મુદ્દામાલ
|
૧
|
ધરમપુર પો.સ્ટે.I ગુ.ર.નં.૬૩/૦૧૪ IPC ૩૯૫
|
જગદીશભાઇ રામભાઇ જાદવ રહે.માલનપાડા
તા.ધરમપુર
|
તા.૩૦/૫/૨૦૧૪
|
સોનાચાંદીના દાગીના તથા રોકડ રકમ મળી કુલ્લે રૂ.૨,૭૦,૦૦૦/-
|
૨
|
વલસાડ રૂરલ પો.સ્ટે.
.I ગુ.ર.નં.૯૪/૦૧૪ IPC ૩૯૫
|
ઉત્તમભાઇ જમલાભાઇ પટેલ રહે.મરલા તા.જી.વલસાડ
|
તા. ૧૦/૬/૨૦૧૪
|
સોનાચાંદીના દાગીના તથા રોકડ રકમ મળી કુલ્લે રૂ. ૧,૯૭,૦૦૦/-
|
૩
|
પારડી પો.સ્ટે.
.I ગુ.ર.નં.૧૫૧ /૦૧૪ IPC ૩૯૫
|
પ્રિતેશભાઇ મોહનભાઇ ધો.પટેલ રહે.આસ્મા તા.પારડી
|
તા.૧૮/૬/૨૦૧૪
|
રોકડ તથા સોનાના દાગીના મળી કુલ્લે રૂ.૮૪,૦૦૦/-
|
આ કામે પકડાયેલ આરોપી ભારત નુરા ડામોર અગાઉ વડોદરા શહેરમા ઘરફોડચોરીના ગુનામા તથા ભારત મોતી મંડોર અગાઉ પંચમહાલ જીલ્લામા ધાડ,અને ઘરફોડ ચોરીના ગુનામા પકડાયેલ છે. તથા આરોપી નં.(૧) દિપક ભીખુભાઇ આહીર (૨) બાબુ વજીર પટેલ (૩) જગદીશ જશવંતભાઇ પટેલનાઓ સ્થાનિક રહેવાસી હોય માલનપાડા,મરલા તથા આસ્મા ગામે થયેલ ધાડના બનાવોમા ટીપ્પર તરીકે તેમજ ધાડપાડવાની બેવડી ભુમીકા ભજવેલ છે. અને આરોપી દિપક ભીખુ આહીરે દાહોદથી ધાડપાડુ ગેંગને બોલાવી પંચલાઇ ગામે રહેતા તેના કૌટુંબીક સાઢુભાઇ મંગુભાઇ બાવાભાઇને ત્યાં ધાડ પાડવાની યોજના બનાવેલ હતી. તેમજ આરોપી બાબુ વજીર પટેલ અગાઉ વલસાડ જીલ્લામાં મોટર સાયકલ ચોરી તથા ગોધરા ખાતે છેતરપીંડીના ગુન્હામાં પકડાયેલ છે.
|