હું શોધું છું

હોમ  |

સાફલ્યગાથા
Rating :  Star Star Star Star Star   

   “સાફલ્યા ગાથા “

    તા.૧૯-૦૭-૨૦૧પ થી ૨૫-૦૭-૨૦૧પ  

વલસાડ જીલ્‍લા પોલીસની સારી કામગીરી

 

                                         પોલીસ અધિક્ષકશ્રી વલસાડ તથા મદદનીશ પોલીસ અધિક્ષકશ્રી વલસાડનાઓના તથા પો.ઇન્સ. શ્રી વી.જે.વ્યાસ નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ પ્રો.પો.સ.ઇ. શ્રી કે.એમ.વસાવા તથા સ્‍ટાફના પોલીસ માણસો સાથે વલસાડ ટાઉન વિસ્તારમાં મિલ્કત સબંધી ગુનાઓ શોધી કાઢવા અંગે પેટ્રોલીંગમાં  હતાં. તે દરમ્યાન ખેરગામ પોલીસ સ્ટેશન I ગુ.ર.નંબર-૨૭/૨૦૧૫ ઇ.પી.કો.કલમ-૪૫૪,૪૫૭,૩૮૦ મુજબના કાકડવેરી ગામે ચોરી કરી આવેલ અગાઉ પકડાયેલ (૧) મનિષભાઇ આબલુભાઇ વાડુ રહેવાસી.કુરગામ નદીફળીયા.ધરમપુર (૨) હરકેશભાઇ રાજલભાઇ દરવડા રહેવાસી.બારોલીયા.ધરમપુર (૩) શીવાભાઇ ખોડાભાઇ વસાવા રહેવાસી. સીટી પેલેસ પહેલા માળે વલસાડ (૪) આકાશભાઇ કિરણભાઇ રાઠોડ રહે.વલસાડ કોસંબા તાજી.વલસાડનાઓને તા.૧૧/૦૬/૨૦૧૫ના રોજ પકડી પાડી તેઓનીપાસેથી ચોરીમા ગયેલ સોના-ચાંદીના દાગીના તથા રોકડ રકમ તથા આરોપીઓના મોબાઇલ ફોન મળી કુલ્લે કુલ્‍લે કિ.રૂ.૧,૮૩,૮૦૦/-નો મુદ્દામાલનો કબ્જે કરેલ છે જે આરોપીઓ નો કબ્જો ખેરગામ પો.સ્ટે.ને સોપેલ.                                                                                 અને આ ગુનામાં નાશતા ફરતા આરોપી પિન્ટુ પુરણમલ વર્મા રહે. અટક પારડી મેલડી માતાના મંદીર ની પાસે તા.જી. વલસાડ મુળ રહે. ગામ મીરજાપુર પો. કરમોલ તા. ખાગા જી.ફતેપુર (યુ.પી) નાઓ ધરમપુર ચાર રસ્તા ઓવરબ્રીજ નીચે રીક્ષા સ્ટેન્ડ પાસે આવનાર છે. જે બાતમી હકીકત પ્રો.પો.સ.ઇ. કે.એમ.વસાવા નાઓને મળતા તેઓએ સાથેના પોલીસ માણસો સાથે વોચ રાખી તા.૨૩/૦૭/૨૦૧૫ ના રોજ પકડી પાડી તથા તેની પુછ પરછ દરમિયાન વલસાડ રૂરલ પો.સ્ટે ફસ્ટ ગુ.ર.ન ૧૩૧/૨૦૧૪ ઇ.પી.કો. કલમ ૪૫૭,૩૮૦,૧૧૪ મુજબના કામે આજ થી એકાદ વર્ષ પહેલા મોજે.વશીયર ગામે રોડની બાજુમા આવેલ બંગ્લામા (૧) હેંમત તથા તેનો ભાઇ (૨) મેહુલ ઉર્ફ બિલ્લુ બન્ને તથા(૩) ભરત આહીર તથા (૪) મનીષ તથા(૫) વીકાશ ઉર્ફ ભોલા નાઓ સાથે વલસાડથી એક ઓટો રીક્ષામા ગયેલ અને એક બંગ્લામાથી લોખંડની તીજોરી બહાર વાડીમા કાઢી લાવી તીજોરી તોડી અંદરથી રોકડ રકમની ચોરી કરી લઇ ગયેલની કબુલાત કરતા જે ગુનો પણ વલસાડ રૂરલ પો.સ્ટે ફર્સ્‍ટ ગુ.ર.ન ૧૩૧/૨૦૧૪ ઇ.પી.કો. કલમ ૪૫૭,૩૮૦,૧૧૪ મુજબ દાખલ થયેલની ખાત્રી કરી નાસતા ફરતા આરોપીઓ પૈકી (૧) ભરતભાઇ જીવણભાઇ ભરવાડ ઉ.વ.૨૦ રહે. અટકપારડી સાંઇબાબા મંદીર પાછળ નહેર પાસે તા.જી. વલસાડ તથા (૨) પિન્ટુ પુરણમલ વર્મા રહે. અટકપારડી મેલડીમાતાના મંદીરની પાસે તા.જી. વલસાડ મુળરહે.ફતેપુર(યુ.પી) તથા (૩) હેંમત મનોજભાઇ નાયકા રહે.મોગારાવાડી તા.જી.વલસાડ તઓને પકડી પાડી સી.આર.પી.સી. કલમ ૪૧(૧),આઇ મુજબ અટક કરી વલસાડ રૂરલ પો.સ્ટે.ને સોપેલ છે.તથા તે સિવાયનાઆરોપીનં-(૪) વિકાશ ઉર્ફે ભોલો રાજેન્દ્રભાઇ પટેલ રહે.ચિખલા તા.જી. વલસાડ નાઓએ વલસાડ સીટી વિસ્તારમા કોસંબા ગામે ગાયત્રી જ્વેલર્સ તથા મહેન્દ્ર કરીયાણા સ્ટોર તથા દેસાઇ વાડમા બંધ મકાનમા તથા તીથલરોડ ગર્વમેન્ટ કોલોનીમા બંધ મકાનમા ચોરી કરેલાની કબુલાત કરેલ જે પૈકી આરોપીનં-(૫) કુર્ણાલ વીરેશભાઇ નાઇક રહે.વલસાડ સીટી પેલેસ નાએ કોસંબા ગામે ગાયત્રી જ્વેલર્સ તથા મહેન્દ્ર કરીયાણા સ્ટોર તથા દેસાઇ વાડમા બંધ મકાનમા કરેલાની કબુલાત કરેલ છે. તથા આરોપી-મનીષ સુરેશભાઇ પટેલ રહે. રાજન નગર તા.જી.વલસાડ તથા મેહુલ ઉર્ફ બિલ્લુ મનોજભાઇ નાયકા  રહે.મોગરાવાડી તા.જી.વલસાડનાઓ વલસાડ સીટી પો.સ્ટે.મા બન્ને અલગ અલગ બળત્કારના ગુનામા પકડાયેલ અને હાલમા નવસારી સબ જેલમા છે. તઓને પણ આ ગુનામા અટક કરવાની તજવીજ કરેલ છે. અને આરોપી-કુર્ણાલ તથા વિકાશ ઉર્ફે ભોલાને કોર્ટમા રજુ કરી ચાર દીવસના રીમાન્ડ મેળવેલ છે. અને આગળની તપાસ ચાલુ છે.

 

 

મુદા નંબર – ૧.

 

         જો જીલ્લા શહેર કક્ષાએ કોઇ ખોવાયેલ બાળકો માટે ઝુંબેશ હાથ ધરવામાં આવેલ હોય, કે અન્ય સારી   

        કામગીરી માટે ઝુંબેશ ચલાવવામાં આવી હોય.

 

·     ગુમ થયેલ બાળકો શોધવા માટે વારંવાર મીસીંગ ડ્રાઇવનું આયોજન કરી સગા સબંધીનો સંપર્ક કરી શોધવાની કામગીરી કરવામાં આવે છે.

 

·     ગુમ થયેલ બાળકોને શોધવા વેબસાઇટ http:/ trackthemissingchild.gov.in/ missing/ index.php  ઉપર ગુમ થયેલાની એન્ટ્રી ડે ટુ ડે કરવામાં આવે છે.

 

·     અત્રેના જીલ્‍લાના બાકી રહેલ તમામ મીસીંગ ચાઇલ્‍ડ અંગેની માહિતી વેબસાઇટ પર અવનવુમાં મુકવામાં આવેલ છે.

 

·  ગુમ થયેલ  બાળકો  અંગે જીલ્‍લાની  મહીલા સુરક્ષા  સમિતી ની મહીલા ઓ તેમજ એન.જી.ઓ ચાઇલ્‍ડ વેલ્‍ફેર ઓફીસ તેમજ જીલ્‍લાના તમામ અધિકારી ઓ  સાથે મીટીંગો કરવામાં આવે  છે.

 

·   પી.સી.આર.વાન (૧) વલસાડ- વલસાડ ટાઉન, વલસાડ રૂરલ, પારડી, ડુંગરી (ર) વાપી –વાપી ટાઉન, વાપી ઉ.નગર (૩) સરીગામ – ઉમરગામ, ભીલાડ (૪) નાનાપોઢા –કપરાડા અને. ધરમપુર વિસ્‍તારમાં તાલીમ બધ્‍ધ ડ્રાયવરો તેમજ પોલીસ કર્મચારીઓ મુકી શરુ કરી ૧૦૦ નંબર પર કોલ કરવાથી હેલ્‍પ મળી રહે.

 

 

મુદા નંબર -૨.

 

        શાળા/કોલેજમાં ચર્ચા/ડીબેટ, અવેરનેશ પ્રોગ્રામ ચલાવવામાં આવ્યા હોય.

 

·    શાળા કોલેજોમાં ટ્રાફીક અવેરનશ કાર્યક્રમો રાખવામાં આવે છે.

 

·      સુરક્ષા સેતું અતર્ગત સ્ત્રી-સુરક્ષા અને સ્રી-સશક્તિકરણ સેમિનાર યોજવામાં આવે છે

 

   ·     ગતિશીલ ગુજરાત અન્‍વયે શાળા કોલેજોમાં અવેરનસ કાર્યક્રમો ડીફેન્‍સ તાલીમ, રાયફલ    

         શુટીંગ, વિગેરે કાર્યકમો કરવામાં આવેલ છે. 

 

 

      ·      સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત જીલ્‍લાની ૨૦  શાળાઓમાં સ્‍ટુડન્‍ટ પોલીસ કેડેટ કોર્ષ શરુ કરવામાં આવેલ  છે. જેમા ઇન્ડોર આઉટડોર કલાસ લેવામાં આવે છે. તેમજ કેમ્‍પનો આયોજન કરવામાં આવે છે.

 

 

મુદા નંબર -૩.

 

        ટ્રાફીક અંગેના કાર્યક્રમો હાથ ધરવામાં આવેલ હોય.

 

·      ટ્રાફીક જનજાગૃતિ અંગે ડોકયુમેન્‍ટરી ફિલ્‍મ બનાવી ટ્રાફીકના નિયમો સાથેની જાહેર જગ્‍યાઓ તેમજ શાળા કોલેજોમાં  આર.ટી.ઓની મદદથી અવેરનશ કાર્યક્રમો રાખવામાં આવે.લ છે.

 

·     વારંવાર રોડ ઉપર ટ્રાફીક ડ્રાઇવ રાખી ટ્રાફીક અવરેનસ અંગેની સમજ આપવામાં આવે છે.

 

મુદા નંબર – ૪.

 

       ગુનાઓ અટકાવવા કોઇ વિશિષ્ટ કામગીરી/સ્ટ્રેટેજી અપનાવવામાં આવેલ છે ? 

·     ને.હા.નંબર આઠ ઉપર નાઇટ રાઉન્ડ દરમ્‍યાન પેટ્રોલીંગ રાખવામાં આવે છે.  હોટલો, ઢાબા, તેમજ વાહનોનું  ચેકીંગ સઘન બનાવવામાં આવેલ છે.

 

·     વારંવાર કોમ્બીંગ નાઇટ રાખી શંક પડતા ઇસમો, અવાવરુ જગ્યા, રેલવે સ્ટેશન, હોટલ ધાબા, વાહન ચેકીંગ તેમજ નાકાબંધી રાખવામાં આવેલ છે. 

 

·     ક્રાઇમ ઇન્‍સ્‍વેસ્‍ટીંગ અંગે પોલીસના માણસોને સેમિનાર યોજી ગુનાઓ અટકાવવા તેમજ ઇન્‍સ્‍વેસ્‍ટીંગમાં અવેરનસ આવે તે સારુ સેમિનારો યોજવામાં આવે છે.

 

·     દરિયાઇ સુરક્ષા માટે મરીન પોલીસ સ્‍ટેશન કાર્યરત કરી પેટ્રોલીંગ કરવામાં આવે છે. 

મુદા નંબર – ૫.

 

     અન્ય લોકહિતની બાબતો જે લોકોના તુરતજ ધ્યાન પર આવે તેવી બાબતો .

 

 

·    સુરક્ષાસેતુ સોસાયટી અંતર્ગત સ્‍ટુડન્‍ટ પોલીસ કેડેટના કાર્યક્રમો દરેક શાળા કોલેજના નિર્ધારીત કરેલ શિક્ષકોને તાલીમ આપવામાં આવે છે.

 

 

   ·   નેશનલ ૮ તેમજ અન્‍ય રસ્‍તાઓ ઉપર એકસીડન્ટ ઝોન કકી કરી રોડ એકસીડન્ટ, ટ્રાફીક નિયમન, કાયદો   

      અને વ્‍યવસ્‍થા ની જાળવણી સારુ સી.સી.ટી.વી. કેમેરાની જરુરીયાત મુજબની યાદી બનાવવાનું કામચાલું  

      છે.

 

 ·     વલસાડ ટાઉન વિસ્‍તારમાં આવેલ આવલે ટ્રાફીક નિયમ, કાયદો અને વ્‍યવસ્‍થાની દ્રિષ્‍ટીએ સીકયુરીટી

     સીસ્‍ટમ અને સી.સી. કેમેરાની વ્‍યવસ્‍થાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.   

 

 

 

 

 

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન
પોલીસ સેવાઓ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર     |     પ્રતિભાવ

Last updated on 30-07-2015