હું શોધું છું

હોમ  |

સાફલ્‍યગાથા
Rating :  Star Star Star Star Star   

   “સાફલ્યા ગાથા “

    તા.૨૬-૦૭-૨૦૧પ થી ૦૨-૦૮-૨૦૧પ  

વલસાડ જીલ્‍લા પોલીસની સારી કામગીરી

 

પોલીસ અધિક્ષકશ્રી વલસાડ નાઓના માર્ગદશન મુજબ એલ.સી.બી. પો.ઇન્‍સ.શ્રી. વી.બી.બારડ તથા શ્રી. સી.બી.ટંડેલ પોલીસ સબ ઇન્‍સ્‍પેકટર એલ.સી.બી. તથા સ્‍ટાફના પોલીસ કર્મચારીઓ સાથે વલસાડ જીલ્‍લામાં મિલકત સંબધી ગુન્‍હાઓ શોધવા સબબ પેટ્રોલીંગ ફરતા હતા તે દરમ્‍યાન મળેલ બાતમી હકિકત આધારે મોજે પારડી ચાર રસ્‍તા, ઓવરબ્રિજ નીચે એક ઇસમ નામે કિરીટ ઉર્ફે મનિષ શૈલેષભાઇ હળપતિ રહે. મોરાઇ, ડુંગર ફળીયા, તા. વાપી, ને એક વગર નબરની હોન્‍ડા એકટીવા સ્‍કુટર કિ.રૂ. ૪૫,૦૦૦/- ની સાથે પકડી પાડેલ જે ઇસમ પાસે સદર સ્‍કુટરના સાધનિક કાગળોની માંગણી કરતા નહી હોવાનુ જણાવેલ મજકુર આરોપીની વધુ પુછપરછ કરતા તેના ઘરેથી વધુ એક હિરોહોન્‍ઠા સ્‍પ્‍લેન્‍ડર નંબર વગરની કિ.રૂ. ૨૫,૦૦૦/- ની મળી આવેલ જેથી સ્‍કુટર તથા મોટર સાયકલ સી.આર.પી.સી. ૧૦૨ મુજબ કબજે કરેલ અને મજકુર આરોપીને તા. ૨૮/૦૭/૨૦૧૫ ના કલાક ૨૨/૪૫ વાગ્‍યે અટક કરી સદર ઇસમની વધુ પુછપરછ કરતા ઉપરોકત એકટીવા સ્‍કુટર તેણે આઠ માસ અગાઉ દમણ હાટીયાવાડ ખાતેથી ચોરી કરેલ અને આ બાબતે ફરીયાદીશ્રી ગુડ્ડુરાય રહે. ચલા તા. વાપી નાઓએ દમણ પો.સ્‍ટે. ફર્સ્‍ટ ગુ.ર.નં. ૨૨૨/૧૫ ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબનો ગુન્‍હો દાખલ કરાવેલ અને સદર પકડાયેલ આરોપી અગાઉ મોટર સાયકલ ચોરીના ગુન્‍હામાં એક વર્ષ નવસારી સબ જેલ માંથી છુટેલ છે. મજકુર આરોપીને વધુ આગળની કાયર્વાહી માટે પારડી પો.સ્‍ટે.માં સોપેલ છે. 

 

 

 

 

 

 

 

 

 

મુદા નંબર – ૧.

 

         જો જીલ્લા શહેર કક્ષાએ કોઇ ખોવાયેલ બાળકો માટે ઝુંબેશ હાથ ધરવામાં આવેલ હોય, કે અન્ય સારી   

        કામગીરી માટે ઝુંબેશ ચલાવવામાં આવી હોય.

 

·     ગુમ થયેલ બાળકો શોધવા માટે વારંવાર મીસીંગ ડ્રાઇવનું આયોજન કરી સગા સબંધીનો સંપર્ક કરી શોધવાની કામગીરી કરવામાં આવે છે.

 

·     ગુમ થયેલ બાળકોને શોધવા વેબસાઇટ http:/ trackthemissingchild.gov.in/ missing/ index.php  ઉપર ગુમ થયેલાની એન્ટ્રી ડે ટુ ડે કરવામાં આવે છે.

 

·     અત્રેના જીલ્‍લાના બાકી રહેલ તમામ મીસીંગ ચાઇલ્‍ડ અંગેની માહિતી વેબસાઇટ પર અવનવુમાં મુકવામાં આવેલ છે.

 

·  ગુમ થયેલ  બાળકો  અંગે જીલ્‍લાની  મહીલા સુરક્ષા  સમિતી ની મહીલા ઓ તેમજ એન.જી.ઓ ચાઇલ્‍ડ વેલ્‍ફેર ઓફીસ તેમજ જીલ્‍લાના તમામ અધિકારી ઓ  સાથે મીટીંગો કરવામાં આવે  છે.

 

·   પી.સી.આર.વાન (૧) વલસાડ- વલસાડ ટાઉન, વલસાડ રૂરલ, પારડી, ડુંગરી (ર) વાપી –વાપી ટાઉન, વાપી ઉ.નગર (૩) સરીગામ – ઉમરગામ, ભીલાડ (૪) નાનાપોઢા –કપરાડા અને. ધરમપુર વિસ્‍તારમાં તાલીમ બધ્‍ધ ડ્રાયવરો તેમજ પોલીસ કર્મચારીઓ મુકી શરુ કરી ૧૦૦ નંબર પર કોલ કરવાથી હેલ્‍પ મળી રહે.

 

 

મુદા નંબર -૨.

 

        શાળા/કોલેજમાં ચર્ચા/ડીબેટ, અવેરનેશ પ્રોગ્રામ ચલાવવામાં આવ્યા હોય.

 

·    શાળા કોલેજોમાં ટ્રાફીક અવેરનશ કાર્યક્રમો રાખવામાં આવે છે.

 

·      સુરક્ષા સેતું અતર્ગત સ્ત્રી-સુરક્ષા અને સ્રી-સશક્તિકરણ સેમિનાર યોજવામાં આવે છે

 

   ·     ગતિશીલ ગુજરાત અન્‍વયે શાળા કોલેજોમાં અવેરનસ કાર્યક્રમો ડીફેન્‍સ તાલીમ, રાયફલ    

         શુટીંગ, વિગેરે કાર્યકમો કરવામાં આવેલ છે. 

 

 

      ·      સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત જીલ્‍લાની ૨૦  શાળાઓમાં સ્‍ટુડન્‍ટ પોલીસ કેડેટ કોર્ષ શરુ કરવામાં આવેલ  છે. જેમા ઇન્ડોર આઉટડોર કલાસ લેવામાં આવે છે. તેમજ કેમ્‍પનો આયોજન કરવામાં આવે છે.

 

 

મુદા નંબર -૩.

 

        ટ્રાફીક અંગેના કાર્યક્રમો હાથ ધરવામાં આવેલ હોય.

 

·      ટ્રાફીક જનજાગૃતિ અંગે ડોકયુમેન્‍ટરી ફિલ્‍મ બનાવી ટ્રાફીકના નિયમો સાથેની જાહેર જગ્‍યાઓ તેમજ શાળા કોલેજોમાં  આર.ટી.ઓની મદદથી અવેરનશ કાર્યક્રમો રાખવામાં આવે.લ છે.

 

·     વારંવાર રોડ ઉપર ટ્રાફીક ડ્રાઇવ રાખી ટ્રાફીક અવરેનસ અંગેની સમજ આપવામાં આવે છે.

 

મુદા નંબર – ૪.

 

       ગુનાઓ અટકાવવા કોઇ વિશિષ્ટ કામગીરી/સ્ટ્રેટેજી અપનાવવામાં આવેલ છે ? 

·     ને.હા.નંબર આઠ ઉપર નાઇટ રાઉન્ડ દરમ્‍યાન પેટ્રોલીંગ રાખવામાં આવે છે.  હોટલો, ઢાબા, તેમજ વાહનોનું  ચેકીંગ સઘન બનાવવામાં આવેલ છે.

 

·     વારંવાર કોમ્બીંગ નાઇટ રાખી શંક પડતા ઇસમો, અવાવરુ જગ્યા, રેલવે સ્ટેશન, હોટલ ધાબા, વાહન ચેકીંગ તેમજ નાકાબંધી રાખવામાં આવેલ છે. 

 

·     ક્રાઇમ ઇન્‍સ્‍વેસ્‍ટીંગ અંગે પોલીસના માણસોને સેમિનાર યોજી ગુનાઓ અટકાવવા તેમજ ઇન્‍સ્‍વેસ્‍ટીંગમાં અવેરનસ આવે તે સારુ સેમિનારો યોજવામાં આવે છે.

 

·     દરિયાઇ સુરક્ષા માટે મરીન પોલીસ સ્‍ટેશન કાર્યરત કરી પેટ્રોલીંગ કરવામાં આવે છે. 

મુદા નંબર – ૫.

 

     અન્ય લોકહિતની બાબતો જે લોકોના તુરતજ ધ્યાન પર આવે તેવી બાબતો .

 

 

·    સુરક્ષાસેતુ સોસાયટી અંતર્ગત સ્‍ટુડન્‍ટ પોલીસ કેડેટના કાર્યક્રમો દરેક શાળા કોલેજના નિર્ધારીત કરેલ શિક્ષકોને તાલીમ આપવામાં આવે છે.

 

 

   ·   નેશનલ ૮ તેમજ અન્‍ય રસ્‍તાઓ ઉપર એકસીડન્ટ ઝોન કકી કરી રોડ એકસીડન્ટ, ટ્રાફીક નિયમન, કાયદો   

      અને વ્‍યવસ્‍થા ની જાળવણી સારુ સી.સી.ટી.વી. કેમેરાની જરુરીયાત મુજબની યાદી બનાવવાનું કામચાલું  

      છે.

 

 ·     વલસાડ ટાઉન વિસ્‍તારમાં આવેલ આવલે ટ્રાફીક નિયમ, કાયદો અને વ્‍યવસ્‍થાની દ્રિષ્‍ટીએ સીકયુરીટી

     સીસ્‍ટમ અને સી.સી. કેમેરાની વ્‍યવસ્‍થાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.   

 

 

 

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન
પોલીસ સેવાઓ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર     |     પ્રતિભાવ

Last updated on 11-08-2015