|
વલસાડ પોલીસની સારી કામગીરી
વલસાડ જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રી પ્રેમ વીર સિંહ નાઓની સુચના અને માર્ગદશન હેઠળ તેમજ પોલીસ ઇન્સ્પેકટરશ્રી. આર.જી.દેસાઇ તથા પો.સ.ઇ.શ્રી એમ.એફ. ગોસ્વામી સ્પે. ઓપરેશન ગ્રુપ વલસાડ નાઓ તથા સ્ટાફના પોલીસ માણસો સાથે વાપી ટાઉન પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા આ દરમ્યાન પો.સ.ઇ.શ્રી એમ.એફ. ગોસ્વામી નાઓને મળેલ બાતમી આધારે મોજે વાપી ગીતાનગર ગરનાળા પાસે વોચ કરી બે ઇસમ નામે (૧) રાહુલસીંગ સબાજીતસીંગ જાતે રાજપુત રહે. નામદા ખડકલા ફળીયા પંનાલાલની નવી ચાલમાં તા. વાપી જી. વલસાડ મુળ રહે જકાનીયા ગામ રેલ્વે સ્ટેશનના નાની દક્ષિણ તરફ જકાનીયા થાના ભુડપુરા તા.બરાનપુર જી. ગાજીપુર (યુ.પી.) નાઓ પાસેથી ગેરકાયદેસર હથિયાર પરવાના વગરનુ હથિયાર દેશી હાથ બનાવટનો બાર બોરનો તંમચો તથા એક જીવતો કાર્ટીસ કુલ કિ.રૂ. ૨,૧૦૦/- ના મળી આવેલ. જે કબજે કરી આરોપીઓને આર્મ્સ એકટ કલમ ૨૫(૧-બી)એ, મુજબ અટક કરી વાપી ટાઉન પો.સ્ટે.માં સોપેલ છે. તેમજ આરોપી નં.(ર) બાબા જેનું પુરૂનામ મળેલ નથી રહે. વાપી મચ્છી માકેટ વાપી નાને વોન્ટેડ જાહેર કરવામાં આવેલ છે. અને બન્ને વિરૂધ્ધ સાથેના પો.કો. ગનુભાઇ અરજણભાઇ નાઓએ ફરીયાદ આપેલ છે.
તા.૩૦/૦૯/૨૦૧૫
|
|