હું શોધું છું

હોમ  |

પરિચય
Rating :  Star Star Star Star Star   

વલસાડ જિલ્લો ગુજરાત રાજ્યની દક્ષિણમાં છેવાડે, મહારાષ્ટ્ર રાજ્યની તથા સંઘ પ્રદેશ દમણ, દાદરાનગર હવેલી સેલવાસને અડીને આવેલ સરહદી જિલ્લો છે. વલસાડ જિલ્લાની ઉત્તરે નવસારી જિલ્લો, પશ્ચિમે અરબી સમુદ્ર તથા દમણ (નાની મોટી ), પૂર્વે દાદરાનગર હવેલી સેલવાસ તથા દક્ષિણે મહારાષ્ટ્ર રાજ્યની સરહદ આવેલ છે.

વલસાડ જિલ્લાના ૬ તાલુકા છે. જેમાં (૧) વલસાડ (ર) પારડી (૩) ઉમરગામ (૪) કપરાડા, અને (પ) ધરમપુર.(૬) વાપી  

વલસાડ જિલ્લામાં કુલ ૪૬૮ ગામોનો સમાવેશ થાય છે. અત્રેના જિલ્લાના (૧) વલસાડ (ર) પારડી અને,(૩) ઉમરગામ તાલુકાને અરબી સમુદ્રની દરિયાઈ સરહદ લાગે છે. જ્યારે કે ધરમપુર તથા કપરાડા વિસ્તાર મહત્તમ આદિવાસી વસ્તી ધરાવતો અને ડુંગરાળ પ્રદેશ છે, જેને અડીને મહારાષ્ટ્રની સરહદ આવેલ છે.

વલસાડ જિલ્લાની દરિયાઈ સરહદ ૭૦ કિ.મી.ની છે. જે દરિયાઈ સરહદ ઉપર (૧) વલસાડ ટાઉન પો.સ્ટે. (ર) વલસાડ રૂરલ પો.સ્ટે. (૩) ડુંગરી પો.સ્ટે. (૪)પારડી પો.સ્ટે. (પ) વાપી ટાઉન પો.સ્ટે. (દમણનો દરિયો) (કોલક ખાડી) અને, (૬) ઉમરગામ પો.સ્ટે. આવેલાં છે. હાલમાં મરીન પો.સ્‍ટે. નારગોલ ખાતે કાર્યરત છે.

આ વિસ્તારમાંથી પસાર થતો રાષ્ટ્રીય ધોરી માર્ગ ૬૦ કિ.મી. નો છે. જે સમગ્ર વિસ્તારની પૂર્વ તથા પશ્ચિમમાં ઔઘોગિક વિકાસ થતા ઔઘોગિક એકમો મુખ્યત્વે રાસાયણિક, તથા પ્લાસ્ટિક અને જીવજંતુનાશક દવાઓના છે. જિલ્લાની આબોહવા મુખ્યત્વે ડાગર, શેરડી, તેમ જ ફળાઉ ઝાડો માટે સાનુકુળ હોઇ, જિલ્લાના મોટા ભાગના વિસ્તારો ખેતી ઉપર આધારિત તથા દરિયાઈ પટ્ટી ઉપર વસતા માછીમારો મચ્છીમારીના ધંધા અર્થે સ્થાયી થયેલ છે. ઔઘોગિક એકમોના કારણે પરપ્રાંતમાથી લાખોની સંખ્યામાં કામ ધંધા અર્થે આવીને લોકોએ વસવાટ કરેલ છે.

આર.એસ.પી રોડ સેફટી પ્રોજેકટ

વલસાડ જિલ્લામાંથી પસાર થતો રાષ્ટીય ધોરી માર્ગ ૬૦ કિમીની લંબાઈ ધરાવે છે. આ રાષ્ટ્રીય ધોરી માર્ગનં.૮ની સાથોસાથ પશ્ચિમમાં વિશાળ અરબી સમુદ્ર તથા મુંબઈ અમદાવાદ વચ્ચેની રેલવે લાઈન આવેલ છે. રાષ્ટ્રીય ધોરી માર્ગનું નવીનીકરણ થતા આ માર્ગ ચારમાર્ગીય થવા પામેલ છે. જેના કારણે ભૂતકાળમાં બનેલ ગંભીર વાહન અકસ્માતો ઉપરાંત ચોમાસાની ઋતુ દરમિયાન અતિ વર્ષાના કારણે રસ્તા ઉપર પાણી ભરાઈ જતા ટ્રાફિક જામ થવાની સમસ્યા હલ થવા પામેલ છે. હાલ અત્રેના જિલ્લામાં જિલ્લા ટ્રાફિક કે હાઈવે ટ્રાફિક શાખા અસ્તિત્વમાં નથી પરંતુ હાઈવે ઉપર બનતા ટ્રાફિકના ગુનાઓ અટકાવવા માટે રા.ધો. માર્ગ ઉપર આવેલ તમામ પોલીસ સ્ટેશનોની મોબાઈલ દ્વારા હાઈવે પેટ્રોલિંગની કામગીરી ચાલુ રાખવામાં આવેલ છે.

આ ઉપરાંત જિલ્લા કક્ષાએ રોડ સેફટી કાઉન્સિલ તથા ટ્રાફિક સલાહકાર સમિતિ કે જે કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટશ્રીના અઘ્યક્ષસ્થાને દર ત્રણ માસે મળે છે તેમાં ટ્રાફિકની સમસ્યા, રા.ધો. માર્ગ ઉપર નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા સતત માર્ગનું નિરિક્ષણ કરી તેની જાળવણી સારી રીતે કરવામાં આવે તથા રા.ધો. માર્ગની બાજુમાં તૈયાર કરેલ સર્વિસ રોડનો ઉપયોગ જે તે વિસ્તારની પ્રજા સરળતાથી કરી શકે તે માટે આ રસ્તાની જાળવણી સબબ સૂચનાઓ આપવામાં આવે છે., જેના કારણે હાઈવે ઉપર બનતા બનાવોમાં મહદ્ અંશે ઘટાડો થવા પામેલ છે. આ ઉપરાંત જિલ્લાના ૬૦ કિ.મી.ના અંતરમાં એક ટ્રાફિક એઈડ સેન્ટર શરૂ કરવા માટેની દરખાસ્ત પણ વિચારણા હેઠળ છે. આ ટ્રાફિક એઈડ સેન્ટર શરૂ થતા ક્રેઈન, એમ્બ્યુલન્સ વાન, ફર્સ્ટ એઈડ સેન્ટર તથા પોલીસ સ્ટાફ તેમના વાહન સાથે ર૪ કલાક કાર્યરત રહેશે

 

(એ) જાહેર તંત્ર ઉદ્દેશ/હેતુ :-

જિલ્લા પોલીસ તંત્ર દ્વારા જાહેર, સરકારી, ખાનગી મિલ્કતો તેમજ લોકોની જાન માલની સુરક્ષા કરવાનો મુખ્ય ઉદ્દેશ છે.

(બી) જાહેર તંત્રનું મિશન /દૂરંદેશીપણું (વિઝન) :-

પોલીસ તંત્ર દ્વારા સમાજને ભય મુકત કરવા સારૂ ઉપલબ્ધ સાધનોના ઉપયોગ દ્વારા શ્રેષ્ઠતમ કામગીરી કરવાનું અને જુદી જુદી વૈજ્ઞાનિક પઘ્ધતિઓનો ઉપયોગ કરી કાયદો વ્યવસ્થાની જાળવણી તેમજ ગુન્હેગારોને કોર્ટ દ્વારા સજા કરાવવાનું ઘ્યેય છે.

(સી) જાહેર તંત્રનો ટુંકો ઇતિહાસ અને તેની રચનાનો સંદર્ભ :-

ગુજરાત રાજયની '૧ લી મે ૧૯૬૦' માં સ્થાપના પહેલાં મુંબઈ રાજયમાં સમાવિષ્ટ હતું. પોલીસ તંત્રની રચના કરવામાં આવેલ હતી ત્યાર બાદ સ્વતંત્રતા મળ્યા પછી રાજય સરકાર દ્વારા લોકશાહી ઢબે અને જુદાજુદા વર્ગોને પુરતુ પ્રતિનિધિત્વ મળે તે રીતે આજના પોલીસ દળની રચના કરવામાં આવેલ છે. જેમા ઉત્તરોતર જુદાજુદા પ્રકારનાં સંદેશા વ્યવહાર, વાહન વ્યવહાર તેમજ વૈજ્ઞાનિક ઢબે ગુન્હાઓની તપાસ માટે રાજય સરકાર દ્વારા વિવિધ સવલતો ઉભી કરવામાં આવેલ છે.

(ડી) જાહેર તંત્રની ફરજો :-

પોલીસ તંત્ર દ્વારા નાગરીકોનાં જાન-માલની સુરક્ષાની પ્રાથમિક ફરજ છે.તદઉપરાંત કુદરતી આપત્તિઓ વખતે પણ પોલીસ તંત્ર જાતેથી તેમજ સ્વૈચ્છિક સંસ્થાઓની મદદથી અનેકવિધ રીતે મદદરૂપ થઈ તટસ્થતાથી ફરજ બજાવે છે.

(ઈ) જાહેર તંત્રની મુખ્ય પ્રવૃતિઓ અને કાર્યો :-

પોલીસ તંત્ર દ્વારા પ્રથમતો ગુન્હા બનતા અટકાવવા પ્રયત્ન કરવામાં આવે છે. તેમ છતાં, પ્રવર્તમાન સમયમાં વસ્તી, વિસ્તાર, ઉદ્યોગોનો બહોળો વિકાસ થયેલ છે તેમજ, ગુન્હેગારો જુદી જુદી વૈજ્ઞાનિક શોધોનો ગેરલાભ ઉઠાવી ગુન્હાખોરી આચરે તો આવા ગુન્હેગારોને શકય તેટલા વહેલા ઝડપી લઈ તેમના વિરૂઘ્ધ દરેક પ્રકારનાં સાક્ષી/પુરાવા મેળવી ન્યાયની અદાલતમાં સજા કરવા રજુ કરવામાં આવે છે.

 

 

 

(એફ) જાહેર તંત્ર દ્વારા આપવામાં આવતી સેવાઓની યાદી અને તેનું સંક્ષિપ્ત વિવરણ :-

પોલીસ તંત્ર દ્વારા નાગરીકોની લેખિત તેમજ મૌખિક ફરિયાદ લઈ તેની ધોરણસરની તપાસ કરી ગુન્હેગારોને કોર્ટમાં નશ્યત સારૂ રજુ કરવામાં આવે છે. તદઉપરાંત જાહેર પ્રસંગો જેવા કે, વિવિધ પ્રકારનાં ધામિર્ક સરઘસો, મેળાવડાઓ, જાહેર સભાઓ, કુદરતી આફતો, ચુંટણીઓ, સમ્મેલનો, વગેરેમાં કાયદો વ્યવસ્થાની જાળવણી કરવામાં આવે છે 

(જી) જાહેર તંત્રનાં જિલ્લા સ્તરનાં માળખાઓનો આલેખ :-

(એચ) જાહેર તંત્રની અસરકારકતા અને કાર્યક્ષમતા વધારવા માટેની લોકો પાસેથી અપેક્ષાઓ :-

પોલીસ એ પ્રજાનો મિત્ર છે. આ બાબત લોકો દ્વારા જેટલા પ્રમાણમાં સ્વીકૃત થાય તેટલા પ્રમાણમાં જ લોકો દ્વારા પોલીસને જુદા જુદા પ્રસંગોએ સહકાર મળી શકે કેમ કે, વસ્તી, વિસ્તાર, અને ઔદ્યોગિકરણને કારણે પોલીસની કામગીરીનો વ્યાપ મોટા ફલક પર વિસ્તાર પામેલ છે. જેના કારણે લોકો તરફથી પણ કાયદાને માન આપવામાં આવે અને અસામાજીક પ્રવૃતિ કરતા ઈસમોની જાણકારી સક્ષમ અધિકારીને રૂબરૂમાં કે, ફોન દ્વારા પુરી પાડવામાં આવે તો ઘણા ગુન્હાઓ બનતા પહેલા જ ડામી શકાય.

(આઈ) લોક સહયોગ મેળવવા માટેની ગોઠવણ અને પઘ્ધતિઓ :-

જિલ્લા પોલીસ વડાની કચેરીમાં ર૪ કલાક કંટ્રૉલ રૂમ કાર્યરત છે. જેના ટેલીફોન નંબર-૧૦૦ કે જે, ટોલ ફ્રી છે જેના પર અથવા તો તમામ પોલીસ સ્ટેશનોમાં પણ ૧૦૦ નંબર ટેલીફોનની સુવિધા ઉપલબ્ધ છે. તેમજ, પોલીસ વડા તેમજ અન્ય પોલીસ અધિકારીઓને લેન્ડ લાઈન તથા મોબાઈલ સેવા દ્વારા નાગરીકો તરફથી કોઈ પણ પ્રકારની સલાહ સુચન કે, બાતમી મેળવી તેના પર ત્વરીત પગલા લેવામાં આવે છે. તેમજ ટેલીફોન નંબર ૧૮૧ થી અભયમ સેવા કાર્યરત કરવામાં આવેલ છે. જેમાં મહિલા સુરક્ષા બાબતે તાત્‍કાલીક  સેવાની જરૂરત જણાય તો ટેલીફોન નંબર ડાયલ કરી સુવિધા મેળવી શકે છે. 

(જે) સેવા આપવા અંગેના-દેખરેખ, નિયંત્રણ અને જાહેર ફરિયાદ નિવારણ માટે ઉપલબ્ધ તંત્ર:-

જિલ્લામાં પોલીસ અધિક્ષક કક્ષાના એક ભારતીય પોલીસ સેવાનાં અધિકારી જાતેથી સમગ્ર પોલીસ દળનું નિયંત્રણ કરે છે. જિલ્લામાં બે વિભાગ પાડવામાં આવેલ છે. આ બે વિભાગીય કચેરી વલસાડ અને વાપીમાં નાયબ પોલીસ અધિક્ષક કક્ષાના અધિકારી તેમના વિભાગ હેઠળનાં પોલીસ સ્ટેશનની કામગીરી ઉપર સતત દેખરેખ રાખે છે, અને તાબાના અમલદારોને કાયદો વ્યવસ્થાની જાળવણીમાં જરૂરી માર્ગદર્શન અને સુચનાઓ પુરી પાડે છે. તદઉપરાંત ર સર્કલ પોલીસ ઈન્સ્પેકટર ફરજ બજાવે છે, તેઓ પણ તેમના સર્કલના ૩ + ર પોલીસ સ્ટેશનને માર્ગદર્શન પુરુ પાડવા ઉપરાંત જાતેથી ગુન્હાઓની તપાસ પણ કરે છે. આ જિલ્લામાં કુલ-૧૪ પોલીસ સ્ટેશનો આવેલા છે. જેમાં (૧) વલસાડ સીટી (ર) વલસાડ રૂરલ (૩) ડુંગરી (૪) પારડી (૫) વાપી ટાઉન (૬) વાપી ઉ.નગર (૭) ભીલાડ (૮) ઉંમરગામ (૯) ધરમપુર (૧૦) કપરાડા (૧૧) મહિલા પો.સ્‍ટે. (૧ર) મરીન પો.સ્‍ટે. નારગોલ (૧૩) ડુંગરા પો.સ્‍ટે. (૧૪) નાનાપોંઢા પો.સ્‍ટે. જેના ઈન્ચાર્જ તરીકે પોલીસ ઈન્સ્પેકટર/પોલીસ સબ ઈન્સ્પેકટર કક્ષાનાં અમલદારો તાબાનાં પોલીસ કર્મચારીઓ સાથે રહીને કાયદો વ્યવસ્થાની જાળવણી કરે છે. મહિલાઓને લગતા ગુન્હા સંબંધેની કામગીરી માટે જિલ્લા કક્ષાએ વલસાડ ખાતે સીટી પોલીસ સ્‍ટેશન પહેલા માળે મહિલા પો.સ્‍ટે. કાર્યરત છે. જયાં મહિલા એ.એસ.આઈ. દ્વારા મહિલા સંબંધિ ગુન્હાઓની તપાસ વગેરેની કામગીરી કરવામાં આવે છે.અનુ.જાતિ/અનુ.જનજાતિનાં લોકો પર થતા અત્યાચારો સંબંધિ તપાસ માટે સરકારશ્રી દ્વારા નાયબ પોલીસ અધિક્ષકશ્રી એસ.સી./એસ.ટી. સેલની નિમણુંક કરવામાં આવેલ છે. તેઓ દ્વારા આ પ્રકારના ગુન્હાની જાતે તપાસ કરવામાં આવે છે.

તદઉપરાંત, વિશિષ્ટ પ્રકારની કામગીરી માટે જુદા જુદા સ્કવૉર્ડ જેવા કે, આથિર્ક ગુન્હા નિવારણ સેલ, એસ.ઓ.જી., ક્રાઈમ સ્કવૉર્ડ, જિલ્લા હાઈ-વે ટ્રાફિક શાખા, શહેર ટ્રાફિક શાખા, નાસતા ફરતા ગુન્હેગારોને પકડવાનો સેલ વગેરેની રચના કરવામાં આવેલ છે, અને તેને સંલગ્ન ગુન્હાઓની ઝડપી તપાસ કરી ગુન્હેગારોને ઝડપી લઈ ન્યાયની અદાલતમાં રજુ કરાવી નશ્યત કરવામાં આવે છે. પોલીસ તંત્રની તપાસ કામગીરીની મદદ માટે વાયરલેસ વિભાગ, એમ.ઓ.બી., એલ.આઈ.બી., ફિંગર પ્રિન્ટ, અશ્વદળ, શ્વાનદળ, ફોટૉગ્રાફી વિભાગ, મોટર વાહન શાખા, ગ્રામ્ય રક્ષક દળ, જિલ્લા ક્રાઈમ રેકર્ડ બ્યુરો પણ ઉપલબ્ધ છે

 

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન
પોલીસ સેવાઓ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર     |     પ્રતિભાવ

Last updated on 15-06-2015