|
પોલીસનો ઈતિહાસ
વલસાડ જિલ્લાનું સુરત જિલ્લામાંથી વિભાજન અને વલસાડ જિલ્લામાંથી નવસારી તથા ડાંગ જિલ્લાનું વિભાજન થતાં જિલ્લાનું કદ ખૂબજ ઓછું થવા પામેલ છે. તેમ છતાં અત્રેના જિલ્લામાં થયેલ ઓદ્યોગિક વિકાસના કારણે પરપ્રાંતમાંથી રોજગારી અર્થે આવીને સ્થાયી થયેલ અનુક્રમે બિહાર, યુ.પી., એમ.પી., રાજસ્થાન જેવાં રાજ્યોના લાખોની સંખ્યામાં બેરોજગારોએ આ જિલ્લાની કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને કઈક અંશે ડહોળેલ છે તેને અંકુશિત રાખવા પોલીસ તંત્ર દ્વારા સતત પ્રયત્નો ચાલુ રાખી જિલ્લાની શાંતિને આંચ આવવા દીધી નથી.
સમગ્ર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી અર્થે ર વિભાગીય કચેરી (વલસાડ તથા વાપી) ર સર્કલ પો.ઈન્સ.ની કચેરી (વલસાડ,ધરમપુર) ૧૪ પોલીસ સ્ટેશનો , ૮ આઉટ પોસ્ટ , તથા ૧૧ ચોકી કાર્યરત છે. આ તમામ કચેરી તથા યુનિટો માટેનું મંજૂર મહેકમ ઘ્યાને લેતાં ૩ નાયબ પોલીસ અધિક્ષક, ૭ પોલીસ ઈન્સ્પેક્ટર, ૩૨ પોલીસ સબ ઈન્સ્પેક્ટર, ૧૪૩ એ.એસ.આઈ., ૧૪૧ હે.કો., ૬૪૯ પો.કો. તથા રપ વહીવટી કર્મચારીઓ પોલીસ અધિક્ષકના નિયંત્રણ હેઠળ કાર્યરત છે.
|
|
|
|
|
|
|