|
પરેડ
પ્રતિ માસ દર સોમવારે અને શુક્રવારે જિલ્લામાં ફરજ બજાવતા તમામ અધિકારીઓ અને કર્મચારીઓની પરેડ નુ આયોજન પોલીસ હેડક્વાર્ટર વલસાડ મુકામે કરવામાં આવે છે. ઉપરાંત પોલીસ મહાનિરીક્ષકશ્રી સુરત વિભાગનાઓ દ્વારા વાષિર્ક ઈન્સ્પેક્શન દરમિયાન પરેડ ઈન્સ્પેક્શન કરવામાં આવે છે. પ્રજાસત્તાક દિન તથા ગણતંત્ર દિન નિમિત્તે યોજીત કાર્યક્રમમાં પોલીસ પરેડનું એક આગવું સ્થાન રહેલ છે.
જિલ્લાના મુખ્ય મથક વલસાડ ખાતે હેડક્વાર્ટર ઉપરાંત એલ.સી.બી., એલ.આઇ.બી., એમ.ઓ.બી., રીડર શાખા, ડોગ સ્ક્વોડ, એમ.ટી., પરેડમાં હાજરી આપે છે. દર અઠવાડીયાના સોમવારે પરેડ રાખવામાં આવે છે અને દર શુક્રવારે સેરેમોનિયલ પરેડ રાખવામાં આવે છે. જેમાં સારા ટર્ન આઉટ બદલ સી.એન. તેમજ જી.એસ.ટી. આપવામાં આવે છે. તેમજ ખરાબ ટર્ન આઉટ બદલ રિપ્રિમેન્ટ તેમજ રોકડ દંડની શિક્ષા પણ કરવામાં આવે છે.
તેવી જ રીતે અન્ય પોલીસ સ્ટેશનમાં પણ દર સોમવાર અને શુક્રવારના રોજ પરેડ લેવામાં આવે છે જે તે વિભાગના વિભાગીય પોલીસ અધિક્ષકશ્રીઓને પોત પોતાના વિભાગના પોલીસ સ્ટેશનની હાજરીની વ્યવસ્થાના સંચાલનની જવાબદારી સોંપવામાં આવી છે, જયારે મુખ્ય મથક ખાતે પરેડની વ્યવસ્થા અંગે નાયબ પોલીસ અધીક્ષકશ્રી મુ.મ.નાઓ પોલીસ અધિક્ષકશ્રીના નિયંત્રણમાં રહીને વ્યવસ્થા સંભાળી રહેલ છે.
અત્રેના જીલ્લા પોલીસ હેડ કવાર્ટર ખાતે દર સોમવારે તેમજ શુક્રવારના રોજ પરેડ રાખવામાં આવે છે. સોમવારના રોજ પી.ટી. પરેડ રાખવામાં આવે છે. પી.ટી. પરેડમાં રનીંગ તથા પી.ટી. તથા યોગાસન કરાવવામાં આવે છે. ત્યારપછી રાયફલ સાથે મસ્કેટ્રી તથા સ્કોર્ડ ડ્રીલ લેવામાં આવે છે. શુક્રવારના રોજ ફર્સ્ટ ડ્રેસમાં સેરેમોનીયલ પરેડ રાખવામાં આવે છે. સેરેમોનીયલ પરેડમાં માર્ચ પાસ્ટ, તેજ ચાલ તથા ધીરી ચાલ લેવામાં આવે છે.
|
|