|
સિદ્ધિઓ કન્ટેન આઇ.ડી નંબર- ૪૪૨૬
- જીલ્લા પોલીસના તમામ માણસોને કોમ્પ્યુટરની પ્રાથમિક તાલીમ આપી શકાય તે હેતુથી ભારત સરકારશ્રીના CCTNS પ્રોજેકટ હેઠળ અત્રેના જીલ્લા ખાતે ૧૦ તાલીમાર્થીઓને તાલીમ આપી શકાય તેવું કોમ્પ્યુટર તાલીમ કેન્દ્ર પોલીસ અધિક્ષકની કચેરી વલસાડ ખાતે શરૂ કરવામાં આવેલ છે.
· વલસાડ જીલ્લા હસ્તકના જુના પોલીસ સ્ટેશનો અને પોલીસ રહેણાંકનાં મકાનોને નવીનીકરણ કરવાના ભાગરૂપે જીલ્લાના પોલીસ હેડકર્વાટર ખાતે જુની જર્જરીત થયેલ બિલ્ડીગો તોડી નવી બિલ્ડીગો બાંધકામ કાર્યરત છે.
જિલ્લા પોલીસ પાસે મર્યાદિત મહેકમ હોવા છતાં પણ આ પ્રકારના દારૂના પરિવહનને રોકવામાં થોડી સફળતા પ્રાપ્ત થયેલ છે. આ ઉપરાંત પરપ્રાંતોમાંથી આવીને અત્રેના જિલ્લામાં વસેલ એવા ગુનાઇત ઈતિહાસ ધરાવતા ઈસમોની પ્રવૃત્તિને વલસાડ પોલીસે મહદ અંશે અંકુશિત કરેલ છે. રીઢા ગુનેગારો તથા નાસતા ફરતા આરોપીઓ હાલ તેઓ ભૂગર્ભમાં જતા રહેલ છે. એકલદોકલ નાની મોટી ચોરીમાં સંડોવાયેલ આરોપીઓ પોલીસની ઝપટમાં આવતા ગુનાખોરીનુ પ્રમાણ પણ અગાઉના વર્ષો કરતા ઓછું રહેવા પામેલ છે.
રમત-ગમત પ્રવૃતિ
|
· ટ્રાફીક જાગૃતિ રમતગમત,
· હોમગાર્ડઝ દળ ,
· રમત ગમત સ્પર્ધા ,
· માનસીક તણાવમુકિત
· અત્રેના જિલ્લામાં રેન્જ કક્ષાની ક્રિકેટ ટીમ, વોલિબોલ, રસ્સા ખેંચ, રનિંગ વગેરે સુરત રેન્જ દ્વારા આયોજન કરવામાં આવે છે. વલસાડ પોલીસનો દેખાવ સુંદર રહેલ છે.
· ડોગ હેન્ડલર અને માઉન્ટેડ ગુજરાત પોલીસ મીટમાં ભાગ લીધેલ છે.
· ટ્રાફીક સપ્તાહ અનુસંધાને ટ્રાફીક નિયમનને લગતા પ્રશ્નો પત્ર સ્કુલના નાના બાળકોમાં ટ્રાફીક જાગૃતિ લાવવા માટે પોલીસ સ્ટેશનોની મુલાકાત કરાવામાં આવેલ છે.
|
|
|
|