|
પોલીસ મ્યુઝીક બેન્ડ -
અત્રેના યુનિટ ખાતે પોલીસ બેન્ડ કાર્યરત છે, જે મુખ્ય મથક વલસાડ ખાતે ફરજ બજાવે છે.
પોલીસ બેન્ડનું ફંડ અલાયદું નિભાવવામાં આવે છે.
પરેડના હેતુઓ માટે તથા રાષ્ટ્રીય તહેવારો-પ્રસંગે બેન્ડનો ઉપયોગ નિયમિતપણે થાય છે. ઉપરાંત મહાનુભાવોની સલામી માટે પણ બેન્ડનો ઉપયોગ થાય છે. જાહેર જનતા તરફથી પોલીસ બેન્ડની માગણી થયેથી જો અન્ય સરકારી કામગીરીમાં રોકાયેલું ન હોય તો પેમેન્ટના ધોરણે નક્કી કરેલ ચાર્જીસ વસૂલ લઈને બેન્ડ જાહેર જનતા માટે પણ ફાળવવામાં આવે છે.
આવી રીતે બેન્ડ ફંડમાં જમા થયેલાં નાણાંની વર્ષના અંતે પોલીસ મેન્યુઅલ ભાગ-૧ ના નિયમોની જોગવાઈ મુજબ નાણાંની વહેંચણી કરવામાં આવે છે. કુલ આવકના પ૦% બેન્ડના માણસો વચ્ચે, રપ% વેલફર ફંડમાં અને રપ% રકમ બેન્ડનાં સાધનો અને ગણવેશ માટે ફાળવવામાં આવે છે.
|
|
|
|