|
બંદોબસ્ત-
- જિલ્લામાં કોમ્યુનલ બનાવ તેમ જ વર્ગ-વિગ્રહના બનાવો દરમિયાન પરિસ્થિતિને અનુલક્ષીને કાયદો અને વ્યવસ્થાની જાળવણી કરવામાં આવે છે.
- જિલ્લામાં ધાર્મિક તહેવારો જેવા કે બકરીઈદ, મકરસંક્રાંતિ, મહોરમ, હોળી-ધુળેટી, રામનવમી, મહાવીર જયંતી, ઈદે-મિલાદ, રક્ષાબંધન, જન્માષ્ટમી, નવરાત્રી-દશેરા, રમઝાન ઈદ, નાતાલ, મહાશિવરાત્રિ, ગણેશ વિસર્જન તેમ જ મેળા ઉત્સવો શરદ પૂનમ તીથલ બીચ પર મેળો ભરાય છે. જે સંબંધે અગાઉથી આયોજન કરી જરૂરિયાત મુજબની સ્કીમો બનાવી બંદોબસ્તની જાળવણી કરવામાં આવે છે.
- જીલ્લામાં નવરાત્રી-દશેરા નિમીતે પારનેરા ડુંગર ઉપર લોકમેળો ભરાય છે જેમાં મોટી સંખ્યામા માનવ મહેરામણ ઉભરાય છે જે અંગે અગાઉથી આયોજન કરી જરૂરિયાત મુજબની સ્કીમો બનાવી બંદોબસ્તની જાળવણી કરવામાં આવે છે.
- જિલ્લામાં ધરણાં, રેલી, આત્મવિલોપન અને હડતાળ જેવા કાર્યક્રમો દરમિયાન અગમચેતીના ભાગરૂપે કાયદો અને વ્યવસ્થાની જાળવણી કરવામાં આવે છે.
જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા ના બંદોબસ્ત માટે જ્યારે પણ વધુ ફોર્સની જરૂર જણાય ત્યારે એસ.આર.પી., બોર્ડર વિંગ, હોમગાર્ડ અને જી.આર.ડી.ની મદદ લેવામાં આવેછે.
|
|