|
વલસાડ જિલ્લો
સારી કામગીરી
(૧) તા. ૦૭/૦૧/૨૦૧૬ પોલીસ અધિક્ષકશ્રી વલસાડ નાઓની સુચના મુજબએલ.સી.બી.ના શ્રી. સી.બી.ટંડેલ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર નાઓના માર્ગદશન હેઠળ એલ.સી.બી. વલસાડના સ્ટાફના પોલીસ કર્મચારીઓ વાપી ઉ.નગર પો.સ્ટે. વિસ્તારમાં બનતા મિલકત સંબધી ગુન્હાઓ અટકાવવા તેમજ બનેલ ગુન્હાઓ શોધી કાઢવા સારૂ બાબતેની પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પો.કો. અજયભાઇ અમલાભાઇ નાઓને બાતમી મળેલ કે, એક ઇસમ કાળા કલરની નંબર વગરની હોન્ડા યુનિકોન મોટર સાયકલ લઇને ભડકમોરાથી સેકન્ડ ફેઝ જતા રોડ ઉપર આંટાફેરા મારે છે. તેવી મળેલ બાતમી આધારે વાપી જી.આઇ.ડી.સી. સેકર્ન્ડ ફેઝ તુલસી હોટલ સામે વોચમાં હતા તે દરમ્યાન બાતમીવાળો ઇસમ વગર નંબરની મોટર સાયકલ લઇને આવતા તે ઇસમને રોકી તેની પાસે મોટર સાયકલને લગતા સાધનિક કાગળો તથા આર.સી.બુક વિગેરેની માંગણી કરતા નહી હોવાનુ જણાવેલ. જેથી તેનુ નામઠામ પુછતા તેણે પોતાનુ નામ શ્રવણ સુશીલભાઇ ઠાકુર રહે. હાલ સરીગામ, અન્નપુર્ણા કોમ્પ્લેક્ષ, રૂમ નં. ૧, ગ્રાઉન્ડ ફલોર, તા. ઉમરગામ જી. વલસાડ નો હોવાનુ જણાવેલ. તેને વધુ પુછપરછ કરતા તેણે તથા તેના બીજા મિત્રો સાથે દોઢેક વર્ષ પહેલા સરીગામ વિસ્તાર માંથી બીજી બે મોટર સાયકલ પણ ચોરી કરેલાની કબુલાત કરેલ જેથી ચારેય મોટર સાયકલો કિ.રૂ. ૭૮,૫૦૦/- ની સી.આર.પી.સી. કલમ ૧૦૨ મુજબ કબજે કરી આરોપી શ્રવણ સુશીલભાઇ ઠાકુર રહે. હાલ સરીગામ, અન્નપુર્ણા કોમ્પ્લેક્ષ, રૂમ નં. ૧, ગ્રાઉન્ડ ફલોર, તા. ઉમરગામ જી. વલસા નાને સી.આર.પી.સી. કલમ ૪૧(૧)ડી મુજબ અટક કરી મોટર સાયકલો તથા મજકુર પકડાયેલ ઇસમને આગળની વધુ તપાસ અર્થે વાપી ઉ.નગર પો.સ્ટે. ખાતે સોંપેલ છે.
સદર મોટર સાયકલોની ચોરી બાબતે વાપી જી.આઇ.ડી.સી. પો.સ્ટે. ફર્સ્ટ ૩૨/૨૦૧૪ તથા ભીલાડ પો.સ્ટે. ફર્સ્ટ ૪૮/૨૦૧૪ ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબના ગુન્હાઓ દાખલ થયેલ છે. જે ગુન્હાઓ ડીટેકટ થયેલ છે.
(૨) તા. ૦૯/૦૨/૨૦૧૬ ઇન્ચાર્જ પોલીસ અધિક્ષકશ્રી બલારામ મીના સાહેબ નાઓની સુચના અને માર્ગદશન હેઠળએલ.સી.બી.ના શ્રી. સી.બી.ટંડેલ ઇન્ચાર્જ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટરના માર્ગદશન હેઠળ વલસાડ એલ.સી.બી. સ્ટાફના પોલીસ કર્મચારીઓ મિલકત સંબધી ગુન્હાઓ અંગે ઉદવાડા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન ઉદવાડા રેલ્વે સ્ટેશન ને.હા.નં. ૮ ઓવરબ્રિજ નીચે આવતા ત્યાં આગળ ત્રણ ઇસમો શકમંદ હાલતમાં ઉભેલા હતા તેઓનીહિલચાલ શંકાસ્પદ જણાતા તેઓને પકડી પાડી સાઇડમાં લઇ જઇ ઝીણવટ ભરી રીતે પુછપરછ કરતા તેઓએ બે માસ પહેલા ઉદવાડા ગામે રાત્રી દરમ્યાન ચોરી કરેલ હોય જે અંગે પારડી પો.સ્ટે.માં તપાસ કરતા પારડી પો.સ્ટે. ફર્સ્ટ ગુ.ર.નં. ૨૪૧/૨૦૧૫ ઇ.પી.કો. કલમ ૪૫૭, ૩૮૦ મુજબનો ગુન્હો દાખલ થયેલ હોય જેથી ત્રણેય જણાને સદર ગુન્હાના કામે અટક કરી તેઓના નામઠામ પુછતા (૧) અક્રમ ઉર્ફે છૈયા સ/ઓ યામીન સાઇ જાતે ઘાચી મુસ્લીમ રહે. ગોધરા, મેહ પ્લોટ, અબુબકર મસ્જીદની પાસે, તા. ગોધરા, જી. પંચમહાલ (૨) તાહીર મહમદ આલમ જાતે ઘાચી મુસ્લીમ રહે. સાતપુલ, મુસ્લીમ સોસાયટી, ‘‘સી‘‘ ગોધરા, જી. પંચમહાલ (૩) સોહીલ ઉર્ફે કવાલ સિદ્દીકી શેખ રહે. ગોધરા, સાતપુલ, ‘‘સી‘‘ મુસ્લીમ સોસાયટી, ના હોવાનુ જણાવેલજેથી ત્રણેયને સી.આર.પી.સી. કલમ ૪૧(૧)આઇ મુજબ અટક કરી આગળની વધુ તપાસ અર્થે પારડી પો.સ્ટે.માં સોપેલ.
જે અંગે પારડી પો.સ્ટે. ફર્સ્ટ ગુ.ર.નં. ૨૪૧/૨૦૧૫ ઇ.પી.કો. કલમ ૪૫૭, ૩૮૦ મુજબના ગુન્હો દાખલ થયેલ છે. તે ગુન્હો ડીટેકટ થયેલ છે.
(૩) તા. ૧૮/૦૨/૨૦૧૬શ્રી નરસિમ્હા કોમાર પોલીસ મહાનીરીક્ષક સુરત વિભાગ સુરત નાઓની સુચના મુજબ વલસાડ જીલ્લાના ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક શ્રી. બલરામ મીના નાઓના માર્ગદશન હેઠળ વલસાડ એલ.સી.બી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર શ્રી. સી.બી.ટંડેલ તથા પોલીસ સબ ઇન્સ્પેકટર શ્રી. એમ.એમ.સરવૈયા તથા વલસાડ એલ.સી.બી. ટીમના સભ્યો વલસાડ જીલ્લાના જુદા જુદા પો.સ્ટે. માં નોંધાયેલ ગુન્હાઓના આરોપીઓની વોચમાં દમણ ખાતે હતા.
દરમ્યાન માહિતી મળેલ કે વલસાડ જીલ્લાના ૧૧ જેટલા ગુન્હાઓનો નાસતો ફરતો/વોન્ટેડ આરોપી કિકુ ઉર્ફે કિકલો નાનુભાઇ કોળી પટેલ રહે. મોટી વાંકડ સુરા ફળીયા નાનો દમણના બીજા અન્ય બુટલેગરને ત્યાં હાજર છે. જે હકિકત આધારે દમણ પોલીસનો સંપર્ક કરી તેમની મદદ મેળવી હકિકતવાળી જગ્યાએ તપાસ કરતા બાતમી હકિકત વાળો ઇસમ મળી આવેલ જેની અટક કરી આગળની જરૂરી કાર્યવાહી કરી વલસાડ જીલ્લાના પારડી પો.સ્ટે.ના થર્ડ ગુ.ર.નં. ૮૮૬/૨૦૧૫ ના ગુન્હામાં અટક કરેલ છે.
મજકુર આરોપી વિરૂધ્ધ વલસાડ જીલ્લામાં નીચે મુજબના કુલ્લે ૧૨ જેટલા ગુન્હાઓ નોંધાયેલ છે.
પારડી પો.સ્ટે. (૧) થર્ડ૧૬૮/૦૬ (ર) થર્ડ૫૦૧૮/૦૨ (૩) થર્ડ૨૦૨/૨૦૧૨ (૪)થર્ડ૨૦૨/૨૦૧૪, (૫) ૮૮૬/૨૦૧૫(૬) વાપી ટાઉન થર્ડ૮૬૫/૧૦ (૭)થર્ડ ૨૬/૧૨(૮)થર્ડ ૨૬/૨૦૧૨ (૯) ધરમપુરથર્ડ ૫૩૭૮/૦૧૧ (૧૦) વલસાડરૂરલથર્ડ ૫૧૦૪/૦૧૩ (૧૧) થર્ડ૫૦૫૧/૨૦૧૫પ્રોહી એકટ કલમ ૬૬(૧)બી, ૬૫એ,ઈ, ૧૧૬(ખ), ૮૧ મુજબ તથા (૧૨) વાપીટાઉનફર્સ્ટ ૧૭૨/૧૧ઇ.પી.કો ૪૬૭, ૪૬૮, ૪૭૧, ૧૨૦બી, ૩૪ મુજબ
મજકુર આરોપી સને ૨૦૦૧ થી વલસાડ જીલ્લામાં નોંધાયેલ ગુન્હાઓમાં પોતાની ધરપકડ ટાળવા નાસતો ફરતો હતો. આમ આરોપી કિકુભાઇ નાનુભાઇ કોળી પટેલ રહે. મોટી વાંકડ, સુરા ફળીયા, ટાળવા નાસતો ફરતો હતો. જેને પકડવામા મહત્વની સફળતા મળેલ છે.
(૪) તા. ૦૩/૦૩/૨૦૧૬ગઇ તા. ૧૩/૦૨/૨૦૧૬ ના રોજ વાપી જી.આઇ.ડી.સી. પો.સ્ટે. વિસ્તારમાં વાપી જી.આઇ.ડી.સી. ચાર રસ્તા નજીક રાજહંસ કોમ્પલેક્ષમાં બીજા માળે આવેલ દુકાન નં.૨૨, મહેશ્વરી માર્કેટીગ ની દુકાન (ઓફીસ) માં ચાર અજાણ્યા ઇસમો ઉમર આશરે ૨૫ થી ૩૦ વર્ષ ના પાતળા તથા મધ્યમ બાંધાના પેન્ટ શર્ટ તથા ટીશર્ટ પહેરેલા ઇસમોએ મહેશ્વરી માકેર્ટીંગના કર્મચારી ઉપર ફાયરીંગ કરી નાશી ગયેલ હતા. તે તથા જીલ્લામાં બીજા અન્ય બનેલ ગંભીર ગુન્હાઓ શોધી કાઢવા શ્રી બલરામ મીના ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક વલસાડ નાઓએ આપેલ સુચના મુજબ વલસાડવલસાડ એલ.સી.બી.ના I/C પો.ઇન્સ. શ્રી. સી.બી.ટંડેલ તથા એલ.સી.બી.ના પો.કો. અજયભાઇ અમલાભાઇ, પો.કો.અલ્લારખ્ખુ આમીર, બહાદુરસિંહ જીવાભાઇ નાઓ સાથે તપાસમાં હતા તે દરમ્યાન પો.કો.અલ્લારખ્ખુ આમીર નાઓને બાતમી મળેલ કે, મહેશ્વરી માકેર્ટીંગ માં અગાઉ નોકરી કરી ગયેલ ઇસમ સુરજ નામના ઇસમે તેના સાગરીતો સાથે ઉપરોકત ગુન્હો કરેલ છે. જે અંગે સુરજ છેદીલાલ વિશ્વકર્મા, રહે. ૩૯૧, હિરાનગર, છરવાડા, કોપરલી રોડ, સ્ટ્રગલ ઇગ્લીશ મીડીયમ સ્કુલ પાસે, વાપી, તા. વાપી, જી. વલસાડ, મુળ રહે. વારણસી, યુ.પી ની સઘન પુછપરછ કરતા તેણે આ સમગ્ર ગુન્હામાં તેના મિત્ર મનોજને ટીપ આપ્યાની વાત કબુલ કરેલ. જેથી તેના મિત્રમનોજ હરીલાલ નિશાદ જાતે માછીમાર રહે. રાતા ગુલાબનગર, તા. વાપી, જી. વલસાડ, મુળ રહે. બડોઉરા, થાના ધાનાપૂર જી. ચંડોવલી યુ.પી નાએ તેના યુ.પી. ખાતે રહેતા મિત્રોને આ ટીપની વાત કરી ધાડ પાડવા જણાવતા તેના ચાર મિત્રો યુ.પી.થી આવેલા અને તેઓ બધા સાથે મળીને આ કામને અંજામ આપી તેના યુ.પી.થી આવેલ મિત્રો પરત તે જ દિવસે યુ.પી. જવા ટ્રેન મારફતે નીકળી ગયેલ.
જેથી આ ગુન્હાના કામે સુરજ તથા મનોજને અટક કરી તેઓના યુ.પી. ખાતેથી આવેલ ચાર મિત્રોને વોન્ટેડ જાહેર કરવામાં આવેલ છે.
આમ વાપી જી.આઇ.ડી.સી. પો.સ્ટે. નોંધાયેલ ફર્સ્ટગુ.ર.નં. ૩૩/૨૦૧૬ ઇ.પી.કો કલમ ૩૯૭, ૧૨૦બી, તથા આર્મ્સ એકટ કલમ ૨૫(૧) (૧-AA) મુજબનો ગુન્હો ડીટેકટ કરવામાં મહત્વની સફળતા મળેલ છે.
(૫) તા. ૧૮/૦૩/૨૦૧૬ વલસાડ જીલ્લાના ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક શ્રી. બલરામ મીના નાઓનીસુચના મુજબ વલસાડ એલ.સી.બી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર શ્રી. સી.બી.ટંડેલ નાઓના માર્ગદશન હેઠળ વલસાડ એલ.સી.બી. ટીમના એ.એસ.આઇ. કાન્તીલાલ મગનલાલ તથા પો.કો. રૂપસિંગ નંદરીયા તથા પો.કો. સતીષ સયાજી નાઓ સાથે વલસાડ સીટી પો.સ્ટે. વિસ્તારમાં મિલકત સંબધી ગુન્હાઓની પેટ્રોલીંગમાં હતા દરમ્યાન બાતમી હકિકત મળેલ કે, એક બ્લ્યુ કલરની ૧૫૦ સી.સી.વાળી બજાજ પલ્સર મોટર સાયકલ જેનો પાર્સીંગ નંબર GJ-15-AH-6592 છે. જે મોટર સાયકલ ઉપર ડબલ સવારી બેસી દમણથી આજરોજ વલસાડમાં શેઠ આર.જે.જે. હાઇસ્કુલમાં ધોરણ ૧૨ ની બોર્ડની પરિક્ષા આપવા આવનાર છે. જે મોટર સાયકલ ચોરીની છે તેવી માહિતી મળતા બે પંચોના માણસો સાથે વલસાડ અબ્રામા રેલ્વે ઓવરબ્રિજ ઉપર વોચમાં હતા આ દરમ્યાન ઉપરોકત બાતમીવાળી મોટર સાયકલ બ્લ્યુ કલરની ઉપરોકત નંબરવાળી ડબલ સવારી સાથે આવતા તેને રોકી જે મોટર સાયકલનો નંબરની ખાત્રી કરતા GJ-15-AH-6592 છે. જેનો ચેસીસ નંબર જોતા MD2DHDHZZTCM73324તથા એન્જીન નંબરDHGBTM56237 છે. જે મોટર સાયકલ ચલાવનારનુ નામ પ્રથમ નામઠામ પુછતા તેણે પોતાનુ નામ સાહીલ ઉર્ફે મોન્ટુ મનસુખ કોળી પટેલ ઉ.વ. ૨૨, રહે. દુણેઠા, પટેલ ફળીયુ, ચર્ચની સામેની ગલી, નાની દમણ હોવાનુ જણાવેલ. મોટર સાયકલની પાછળની સીટ ઉપર બેસેલ ઇસમનુ નામ પુછતા ગણેશભાઇ ઉર્ફે ચંદુ પાંડુભાઇ હળપતિ ઉ.વ. ૨૯, રહે. મગરવાડા, ભરવાડ ફળીયુ, મોટી દમણ, નો હોવાનુ જણાવેલ. જે મોટર સાયકલના કાગળો વિગેરે માંગતા નહી હોવાનુ જણાવેલ અને કોઇ જાતનો સંતોષ કારક જવાબ આપેલ નથી. જે મોટર સાયકલની કિ.રૂ. ૩૦,૦૦૦/- જેટલી ગણી સી.આર.પી.સી. કલમ ૧૦૨ મુજબ કબજે કરેલ છે. જે સાહીલની અંગ ઝડતી કરતા પેન્ટ માંથી ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરિક્ષા – ૨૦૧૬ ની હોલ ટિકીટ(પ્રવેશપત્ર) મળી આવેલ જે પ્રવેશપત્ર ઉપર સાહીલનો ફોટો છે. અને પરિક્ષાર્થીનુ નામ હળપતિ ગણેશભાઇ પાન્ડુભાઇ લખેલ છે. જેથી આ બાબતે સાહીલને પુછતા જણાવેલ કે, હું ગણેશની જગ્યા ઉપર ડમી તરીકે ધોરણ ૧૨ ની પરિક્ષા આપુ છુ. અને આજરોજ આપવા આવેલ છુ. તેવુ જણાવેલ. જે હોલ ટિકીટ ઉપર સાત વિષયની પરિક્ષાના વિષયો જણાવેલ છે. જેમાં પહેલુ જોગરોફી બીજી ઇકોનોમિકસ ત્રીજુ ગુજરાતી ચોથુ હિન્દી પાંચમુ ઇગ્લીશ છઠ્ઠુ સંસ્કુત સાતમુ સોસીયોલોજી છે. જેમાં એકથી ચાર વિષયની પરિક્ષા મેં આપેલ છે. અને આજરોજ પાંચમા વિષયની અંગ્રેજીની પરીક્ષા આપવા આવેલ છુ. તેવુ જણાવેલ જે વલસાડમાં આવેલ શેઠ આર.જે.જે. હાઇસ્કુલમાં ચાર વિષયની પરિક્ષા આપેલ છે. અને પાંચમા વિષયની પરિક્ષા તે જ હાઇસ્કુલમાં આપવા આવેલ છુ તેવુ જણાવેલ છે. તેમજ જે હોલ ટિકીટની કિ.રૂ. ૦૦/- ગણેલ છે. તેમજ ગણેશની અંગ ઝડતી માંથી એક સેમસંગ કંપનીનો મોબાઇલ ફોન કિ.રૂ. ૧૦૦૦/- નો મળી આવેલ છે. જે મોટર સાયકલ મોબાઇલ કોઇ જગ્યાએથી છળકપટ કે અન્ય રીતેથી મેળવેલ હોય અને ડમી તરીકે પરિક્ષા આપવા આવેલ હોય જેથી હોલ ટિકીટ, મોબાઇલ ફોન, મોટર સાયકલ મળી કુલ્લે કિ.રૂ. ૩૧,૦૦૦/- નો મુદ્દામાલ સી.આર.પી.સી. કલમ ૧૦૨ મુજબ પંચનામુ કરી કબજે કરેલ છે.
સદર મોટર સાયકલ પારડી વિસ્તાર માંથી ચોરી કરેલ હોવાનુ જણાવેલ છે. જે બાબતે પારડી પો.સ્ટે. માં ફર્સ્ટ ગુ.ર.નં. ૧૯૫/૨૦૧૧ ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબનો ગુન્હો દાખલ થયેલ છે જે અંગે પારડી પો.સ્ટે.માં આ બાબતની જાણ કરાવવા તજવીજ કરેલ છે. તેમજ ડમી તરીકે ચાર વિષયની પરિક્ષા આપેલ હોય જેથી આ બાબતની જાણ વલસાડ જીલ્લા શિક્ષણ અધિકારીશ્રી નાઓને તથા વલસાડ શેઠ આર.જે.જે. હાઇસ્કુલ વલસાડ ના પ્રિન્સીપાલશ્રી નાઓને જાણ કરવા તજવીજ કરેલ છે.
કબજે કરેલ મુદ્દામાલ તથા આરોપીઓને સી.આર.પી.સી. કલમ ૪૧(૧)ડી, અટક કરી આગળની જરૂરી કાર્યવાહી સારૂ વલસાડ સીટી પો.સ્ટે.માં સોપેલ છે.
|